ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
જાપાન નવનિર્વાચિત વડા પ્રધાન ફૂમિયો કિશીદાએ જાપાનના એક મંદિરમાં દાન આપ્યું છે, જેને કારણે ચીન અને ઉત્તર કોરિયા લાલઘૂમ થયા છે. વાત એમ છે કે ૪ ઑક્ટોબરે વડા પ્રધાન બન્યા બાદ ફૂમિયોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા જાપાની સૈનિકોની યાદમાં બનેલા મંદિરને ધાર્મિક આભૂષણ ભેટ સ્વરૂપે મોકલાવ્યાં છે. જાપાની લોકો માટે આ પવિત્ર મંદિર છે, પરંતુ ચીન અને ઉત્તર કોરિયા આ મંદિરને ક્રૂર માને છે તેમ જ તેઓનું માનવું છે કે આ મંદિર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમની હારનું પ્રતીક છે તેમ જ જાપાનની ક્રૂરતાનું પ્રદર્શન કરે છે. જોકે જાપાનના વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચીન અને ઉત્તર કોરિયા સામે ઝૂકે તેમ નથી.