ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
અમેરિકી ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ભારતમાં કોરોના વિરુદ્ધ સિંગલ ડોઝની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે.
જો જોનસન એન્ડ જોનસનની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળશે તો આ સિંગલ ડોઝવાળી પ્રથમ વેક્સિન હશે, જેનો ઉપયોગ ભારતમાં કરાશે.
ભારતમાં હાલ કોવેક્સિન, કોવિશીલ્ડ અને રૂસી વેક્સિન સ્પૂતનિક-વીની મદદથી મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી, આ ત્રણેય ડબલ ડોઝ વેક્સિન છે. તેની મદદથી અત્યાર સુધી ૪૯.૫૩ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે.
