હંમેશા કાશ્મીર રાગનો આલાપ કરતું પાકિસ્તાન હવે ક્રિકેટમાં પણ રાજનીતિ રમવા ઊતરી ગયું છે.
પાકિસ્તાન POKમાં ‘કાશ્મીર પ્રીમિયર લીગ T-20’નું આયોજન કરવા જઈ રહ્યું છે.
પાકિસ્તાની ખેલાડીઓ ઉપરાંત કેટલાક પૂર્વ વિદેશી સ્ટાર્સ પણ 6થી 16 ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
કાશ્મીર પ્રીમિયર લીગના આયોજકોએ જણાવ્યું હતું કે આ તમામ મેચ મુઝફ્ફરાબાદ સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કરાશે.
આ લીગમાં ભાગ લેનાર ટીમોના નામ બાગ સ્ટેલિયન, મીરપુર રોયલ્સ, મુઝફ્ફરાબાદ રાઇગર્સ, ઓવરસીઝ વોરિયર્સ, કોટલી લાયન્સ અને રાવલાકોટ હોક્સ છે.
જોકે આ લીગ અંગે હજુ સુધી ભારતીય સરકારની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.