Site icon

છેક અમેરિકાથી પ્રેમિકાને મળવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પ્રેમી- ઓનલાઇન ઈલુઈલુ માં પડ્યો ધરમનો ધક્ક- વાંચો પુરી કહાની અહીં

News Continuous Bureau | Mumbai

પ્રેમમાં પડેલો માણસ કંઈ પણ કરી શકે છે. અને એટલા માટે જ પ્રેમીઓની(Lovebirds) કહાનીઓ દુનિયાભરમાં ફેમસ થઈ જાય છે. ત્યારે હાલ એક એવા જ પ્રેમીની કહાની(Love story) સામે આવે છે. જેમાં એક પ્રેમી બે વર્ષ સુધી ઓનલાઈન ચેટિંગ(Online chatting) કર્યા બાદ હજારો કિલોમીટર દૂર પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો. ત્યારે કંઈક એવું થયું કે, તે પારકા દેશમાં અમુક કલાકો જ રોકાઈ શક્યો. અને પછી ધીમે ધીમે ચાલી રહેલી પ્રેમ કહાનીમાં લાંબો ઈન્ટરવલ આવી ગયો. એક પ્રેમી લગભગ ૧૫ હજાર કિલોમીટરનું અંતર કાપીને પોતાની પ્રેમિકાને(Lover) મળવા માટે પહોંચ્યો. તે પોતાની પ્રેમિકા સાથે ૧૫ દિવસનો ક્વોલિટી ટાઈમ(Quality time) પસાર કરવા માગતો હતો. પરંતુ ઉતાવળ અને અધૂરી તૈયારીના કારણે તેને બે દિવસમાં જ પોતાના ઘરે પરત આવવું પડ્યું. 

Join Our WhatsApp Community

અમેરિકામાં(USA) રહેતો કાલેબ ૨૦ કલાકની મુસાફરી કરીને પોતાની પ્રેમિકા સેસિલિયાને મળવા માટે ઓસ્ટ્રેલિયા(Australia) પહોંચ્યો. બંને બે વર્ષથી ઓનલાઈન રિલેશનશિપમાં(Online Relationships) હતા. ઓસ્ટ્રેલિયાઈ અધિકારીઓના જણાવ્યા મુજબ, સિડનીમાં લેન્ડ કર્યા બાદ કાલેબ ચિંતામાં દેખાયો. પછી તેણે જે કહાની જણાવી તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા. ઈમીગ્રેશન વિભાગની(Immigration Dept) ટીમને જ્યારે તેણે ત્યાં જવાનું કારણ જણાવ્યું ત્યારે તેની પ્રેમ કહાની સામે આવી. 

આ સમાચાર પણ વાંચો : એલોન મસ્કની એક્સ ગર્લફ્રેન્ડે 27 વર્ષ પછી વેચ્યા પર્સનલ ફોટો- કરી અધધ- આટલા કરોડની કમાણી

લવ સ્ટોરીમાં આવેલા ઈન્ટરવલનું સાચું કારણ એ છે કે, આ પ્રેમી ૧૫ દિવસનો પ્લાન કરીને નીકળ્યો હતો પણ પછી તેની પાસે ફક્ત ૧૦ હજાર રૂપિયા જ બચ્યા હતા. ત્યારે આ મોંઘવારીમાં તે ૧૦ હજારમાં કેવી રીતે ૧૫ દિવસ કાઢી શકે. અને જેને ક્યારેય મળ્યો જ નથી તે છોકરીના ભરોસે તે છેક ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો. કાલેબને એરપોર્ટ પર રહેલા ઓફિસરોને જણાવ્યું કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સેસિલિયા સાથે કોન્ટેક્ટ નથી થઈ રહ્યો. સેસિલિયા મેલબર્ન એરપોર્ટ પર રાહ જોઈ રહી હતી. જોકે, ફ્લાઈટ સિડનીમાં લેન્ડ થઈ હતી. તે બાદ અધિકારીઓએ સેસિલિયાને પણ શોધી કાઢી. ફોન પર વાત થઈ ત્યારે સેસિલિયાએ કહ્યું કે, તે કાલેબને પોતાના ઘરે લઈ જશે. આમ લાંબી રાહ બાદ સેસિલિયા અને કાલેબ આમને સામને આવ્યા. જોકે, આ લવ સ્ટોરી લાંબા સમય સુધી ન ચાલી શકી. કેમ કે, ઓસ્ટ્રેલિયામાં આવ્યા બાદ કંઈક એવું થયું કે, કાલેબને પોતાના ઘરે પરત ફરવું પડ્યું. બંને વચ્ચે એવું શું થયું તે કોઈ નથી જાણતું.

France Shutdown: અમેરિકા પછી ફ્રાન્સમાં શટડાઉન! એફિલ ટાવર પણ બંધ, ખર્ચ ઘટાડવા સામે આટલા શહેરોમાં હડતાલ
H-1B Visa: જાણો શું છે ચીનનો કે (K) વિઝા કાર્યક્રમ, જેની સરખામણી અમેરિકાના એચ-૧બી (H-1B) વિઝા સાથે કરવામાં આવી રહી છે
Pavel Durov: શેખ નહિ પરંતુ આ વ્યક્તિ છે દુબઇ નો અબજોપતિ, જેણે બનાવી છે ૧૭.૧ અબજ ડોલરની સંપત્તિ, જાણો તેના વિશે અહીં
US shutdown: અમેરિકામાં શટડાઉનનું સંકટ: સેનેટ નિષ્ફળ, બંધ થઈ શકે છે સરકારી કચેરીઓ, જાણો કેમ મચ્યો હંગામો
Exit mobile version