દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે ઇઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપશ લીધા. આ સાથે જ બેંજામિન નેતન્યાહુના 12 વર્ષ ચાલેલા શાસનનો અંત આવી ગયો છે
પ્રાપ્ત જાણકારી અનુસાર નવી સરકાર માટે અલગ અલગ વિચારધારાવાળા પક્ષોએ ગઠબંધન કર્યું છે. જેમાં દક્ષિણપંથી, ડાબેરી, મધ્યમાર્ગી સાથે અરબ સમુદાયની પણ એક પાર્ટી છે.
સંસદમાં થયેલા વિશ્વાસ મતમાં 120 સદસ્યીય સદનમાંથી 60 સાંસદોએ નવી સરકારના પક્ષમાં મતદાન કર્યું જ્યારે 59એ આનાથી વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બેન્જામિન નેતન્યાહૂએ પોતાની ખુરશી બચાવવાની દરેક શક્ય કોશિશ કરી. પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.
