ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
યુક્રેન સામે શરૂ કરેલ યુદ્ધથી રશિયા પર દુનિયાના ઘણા દેશો વિવિધ પ્રતિબંધ લગાવી રહ્યા છે.
હવે આ દિશામાં નાસા પણ મેદાને આવ્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ અંતરીક્ષમાં ચાલતા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી રશિયાને કઈ રીતે દૂર કરી શકાય તે અંગે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વિકલ્પો શોધવાના શરૂ કર્યા છે.
જોકે મોસ્કો (રશિયા) હાલ યુએસ-રશિયા સ્પેસ કોઓપરેશન રદ કરે તેવા કોઈ સંકેતો હાલ NASAને નથી મળ્યા.
સાથે અત્યાર સુધીમાં રશિયા તરફથી અંતરીક્ષમાં ચાલી રહેલી રિસર્ચ લેબોરેટરી પર કોઈ ખાસ અસર થઈ નથી.
રશિયાની સ્પેસ એજન્સી 'રોસ્કોમોસ' અને નાસાના કર્મચારીઓ હાલ સંયુક્ત રીતે વાતચીત, ટ્રેનિંગ સહિતના કામો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સ્પેસ સેન્ટરની ભૂમિકા અમેરિકા અને રશિયા વચ્ચે પરસ્પર વહેંચાયેલી છે.
