ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
ન્યૂઝીલેન્ડમાં છ મહિનામાં કોવિડનો પ્રથમ કેસ આવતા દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી દેવાઈ છે.
ઓકલેન્ડમાં એક પુરુષનો કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓકલેન્ડમાં એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરાયું છે અને આખા દેશમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે.
અધિકારીઓનુ કહેવુ છે કે, જે નવો કેસ સામે આવ્યો છે તે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો લાગી રહ્યો છે.
જોકે હજી સુધી તેના પર સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ દુનિયાના એક ગણ્યા ગાંઠ્યા દેશો પૈકીનો એક છે જેણે કોરોના પર બહુ જલ્દી કાબુ મેળવી લીધો હતો.
લલ્લા લલ્લા લોરી… દૂધ કી કટોરી, દૂધ મેં પતાસા… તાલિબાન કરે તમાશા…. જુઓ તાલિબાનના આતંકીઓના ગાંડા