Site icon

 વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? ટેસ્લા સીઈઓના ટ્વીટથી ખળભળાટ; જાણો એવું તો શુ લખ્યું છે ટ્વિટમાં.. 

News Continuous Bureau | Mumbai

વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ(worlds richest businessman)અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક(CEO of Tesla Elon Musk) દરરોજ ટિ્‌વટર(twitter) પર ધમાલ મચાવી રહ્યા છે. જ્યારથી એલન મસ્ક દ્વારા ટિ્‌વટર હસ્તગત કરવાની વાત સામે આવી છે ત્યારથી ટિ્‌વટર અને એલન મસ્ક બંને ચર્ચાનો વિષય બન્યા છે. મસ્કે ટિ્‌વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની વાત કરી છે, તો આ ડીલ(twitter deal) ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આજે મસ્કે ટિ્‌વટ કરીને તેના રહસ્યમય મૃત્યુની શંકા વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

એલન મસ્કે ટ્‌વીટમાં કહ્યું કે ‘જાે રહસ્યમય સંજાેગોમાં મારું મૃત્યુ થાય તો એ જાણીને સારું લાગ્યું' જાે કે મસ્કના આ ટ્‌વીટનો અર્થ સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી, પરંતુ તેને રશિયન સેના(Russian army) સાથે જોડવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા એલન મસ્કે એક પોસ્ટ શેર કરી હતી, જે કોઈ સ્ટેટમેન્ટનો સ્ક્રીનશોટ લાગે છે જે કથિત રીતે રોસ્કોસ્મોસના ડિરેક્ટર જનરલ દિમિત્રી ઓલેગોવિચ રોગોઝિને રશિયન મીડિયાને આપેલું સ્ટેટમેન્ટ હતું. આમાં રશિયા(Russia)ના રોગોઝિને એલન મસ્કને યુક્રેનિયન સૈન્યને કમ્યુનિકેશન ડિવાઇસ આપવા અંગે ધમકી આપી હતી. રોસ્કોસ્મોસના વડાએ કથિત રીતે રશિયન મીડિયાને જણાવ્યું હતું કે મારીયુપોલમાં મસ્કનું સેટેલાઇટ કોન્સ્ટેલેશન યુક્રેન સેનાને ઈન્ટરનેટ એક્સેસ પ્રદાન કરી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર હુમલાઓ વચ્ચે રશિયાએ કર્યું શક્તિ પ્રદર્શન, યુદ્ધ અંગે વ્લાદિમીર પુતિને કહી આ વાત; જાણો વિગતે 

આ બંને ટ્‌વીટથી એવી અટકળો લગાવાઈ રહી છે કે મસ્કને યુક્રેનને યુદ્ધ(Russia Ukraine War)માં મદદ કરવાને લઇને ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા, મસ્કે ટિ્‌વટર પર કેટલાક યુઝર્સના ઉપયોગ માટે ચાર્જ લગાવવા વિશે પણ ટિ્‌વટ કર્યું હતું. મસ્ક ઘણીવાર ટિ્‌વટરની પોલિસી(Twitter policy)ની ટીકા કરતા રહે છે, હવે જાેવાનું એ રહે છે કે ટિ્‌વટર ખરીદની ડીલ પૂર્ણ થયા બાદ મસ્ક ટિ્‌વટરમાં કેવી રીતે ફેરફાર કરી શકે છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version