કોરોના વાઇરસની મહામારીના સતત વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને જાપાનીઝ સરકારે ટોક્યોમાં ઇમરજન્સી લાગુ કરી છે.
વડાપ્રધાન સુગાએ જણાવ્યું હતું કે સોમવારથી અમલમાં આવનારી ઇમરજન્સી 22 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.
એટલે કે 23 જુલાઇએ શરૂ થનારી ઓલિમ્પિક આઠ ઓગસ્ટ સુધી ઇમરજન્સી અવસ્થામાં જ યોજાશે.
હવે ઓલિમ્પિકમાં દર્શકો પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે પખવાડિયા અગાઉ આઇઓસી દ્વારા મહત્તમ 10,000 દર્શકો સાથે સ્ટેડિયમમાં રમતોત્સવ કરવાની પરવાનગી અપાઈ હતી.
મુંબઈ શહેરમાં 15 દિવસમાં બીજી વાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે