ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
પાકિસ્તાન સરકારે પ્રતિબંધિત ઈસ્લામી પાર્ટી તહરીક-એ-લબ્બૈકના (TLP) સેંકડો સમર્થકોને જેલ માંથી છોડી મૂક્યા છે. એટલું જ નહીં પણ TLP સાથે નવેસરથી થયેલી ડીલ મુજબ ઈમરાન ખાને TLP ને ચૂંટણી લડવાની મંજૂરી પણ આપી દીધી છે. પ્રતિબંધિત ઈસ્લામી પાર્ટીની સાથે ઈમરાન સરકારે સમાધાન કરી લીધુ છે, છતાં TLP એ ઓછામાં ઓછા સાત પોલીસકર્મીઓની હત્યા કરી નાખી હતી. તો અમુક પોલીસકર્મચારીઓને બંદી બનાવી રાખ્યા હતા.
તહરીક એ-લબ્બૈક પાકિસ્તાનનું એક ઈસ્લામી મજહબી કટ્ટરપંથી સંગઠન છે. જે પોતાની પાર્ટીના પ્રમુખ સાદ રિઝવીને છોડી મૂકવાની માગણી કરી રહ્યું છે. તે માટે છેલ્લા અનેક મહિનાઓથી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. સાદ રિઝવીની એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સંગઠનની મુખ્ય માગણી ફ્રાંસ સાથે તમામ સંબધો ખતમ કરવાની અને ફ્રાંસના તમામ સામાન નો બહિષ્કાર કરવાની છે.
દિવાળી દરમિયાન જિંગપિંગ નું નાક કપાયું : લાઈવ સંબોધનનો મોકો ન અપાયો
તહરીક એ-લબ્બૈક એ જ ગ્રુપ છે, જેણે રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રો દ્વારા પૈગંબર મોહમ્મદના કાર્ટુનને ફરીથી પ્રકાશન કરવા માટે ચાર્લી હૈબ્દો પત્રિકાના અધિકારનો બચાવ કરવા બાદ ફ્રાંસ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. મંગળવારે પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા 860 TLP ના કાર્યકર્તાઓને છોડી મુક્યા હતા. આ લોકોની સાર્વજનિક વ્યવસ્થાનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામા આવ્યા હતી.