News Continuous Bureau | Mumbai
પાકિસ્તાની પીએમ(Pakistani PM) શાહબાઝ શરીફે(Shahbaz Sharif) હવે શાંતિનો રાગ આલાપ્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીના(Harvard University) વિદ્યાર્થીઓના એક ડેલિગેશન સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે, પાકિસ્તાન વાતચીતના માધ્યમથી ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છે છે.
કારણ કે યુદ્ધ બેમાંથી એક પણ દેશ માટે કાશ્મીર મુદ્દો(Kashmir issue) હલ કરવા માટેનો વિકલ્પ નથી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આઝાદીના(Pakistan's independence) પણ 75 વર્ષ પૂરા થયા છે અને ઈકોનોમિસ્ટ મેગેઝિનમાં(Economist Magazine) પીએમ શરીફે એક લેખ પણ લખ્યો હતો.