ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
બ્રિટનની 95 વર્ષીય મહારાણી એલિઝાબેથ II કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
જોકે તેમને સંક્રમણના ગંભીર લક્ષણો નથી.
મહારાણી હાલમાં તેમના વિન્ડસર પેલેસમાં છે અને આગામી થોડા દિવસો સુધી માત્ર સામાન્ય કામ કરશે.
શાહી મહેલનું કહેવું છે કે રાણી તબીબી સેવાઓ લેવાનું ચાલુ રાખશે અને ડૉક્ટરોની સલાહ મુજબ કામ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને કોરોનામાંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.