News Continuous Bureau | Mumbai
જાપાન(Japan)ના પૂર્વ પીએમ શિંજો આબે(former prime minister Shinzo Abe)ને એક સભા દરમિયાન ગોળી(shot) મારવામાં આવી. એવું કહેવાય છે કે તેમને બે ગોળી(firing) વાગી અને પછી લોહી વહેવા લાગ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા. ફાયરિંગની આ ઘટના જાપાનના નારા પ્રાંત(Nara city)માં ઘટી.
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ (Padma vibhushan Award)આપવામાં આવેલો છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે અને પીએમ મોદી(PM modi and Shinzo Abe friendship)ની મિત્રતા જગ વિખ્યાત છે. સૌથી વધુ સમય સુધી જાપાનના પીએમ પદે રહેનારા શિન્જો આબે(Shinzo Abe)એ ગત વર્ષ ઓગસ્ટમાં સ્વાસ્થ્યનો હવાલો આપતા રાજીનામું આપ્યું હતું. તેમના નિર્ણયથી ભારતે પણ ભારે મનથી તેમને વિદાય આપી હતી. ભારત અને જાપાન વચ્ચે સંબંધ મજબૂત કરવા પાછળ આબેની મોટી ભૂમિકા રહી છે.
આબે અનેકવાર ભારત(India) આવ્યા હતા. તેઓ ભારતના ગણતંત્ર દિવસે(Republic Day) ચીફ ગેસ્ટ તરીકે સામેલ થનારા પહેલા જાપાની પીએમ રહ્યા. અધિકૃત રીતે ૨૦૦૧માં બંને દેશ વચ્ચે વૈશ્વિક ભાગીદારી શરૂ થઈ હતી. અને ૨૦૦૫માં વાર્ષિક દ્વિપક્ષીય બેઠક કરવાનો ર્નિણય લેવાયો. જાે કે આબેના કારણે ૨૦૧૨ બાદ આ પ્રક્રિયામાં તેજી જોવા મળી.
આ સમાચાર પણ વાંચો : સૌથી મોટા સમાચાર- વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો એબે ને ભર રસ્તે ગોળી મારવામાં આવી- વિડીયો વાયરલ
આબેના કાર્યકાળમાં ભારત સાથે સૌથી ચર્ચિત કરારોમાંથી એક છે ફ્રી અને ઓપન ઈન્ડો-પેસેફિક બનાવવાનો કરાર. તેની શરૂઆત માટે જ્યારે તેઓ પહેલીવાર ભારત આવ્યા હતા ત્યારે તેમણે બે મહાસાગરોના સંગમની વાત કરીને ભારતનું હૃદય જીતી લીધું હતું. ત્યારબાદ ભારતમાં સરકાર બદલાઈ ગઈ પરંતુ બંને દેશો વચ્ચે મિત્રતાના પાયો તે સમર્પણ પર ટકેલો રહ્યો. ત્યારબાદ બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ ઉર્જા, સમુદ્રી સુરક્ષા, બુલેટ ટ્રેન, એક્ટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો-પેસિફિક રણનીતિ જેવા અનેક મુદ્દાઓ પર કામ કરવામાં આવ્યું. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ભારતના સશસ્ત્ર દળો વચ્ચે સપ્લાય અને સર્વિસીઝના આદાન પ્રદાનનો કરાર પણ કરાયો.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે મિત્રતા ખૂબ ચર્ચામાં રહી હતી. એટલે સુધી કે પદથી રાજીનામું આપી દીધા બાદ આબેએ પણ પીએમ મોદીની સાથેની મુલાકાત યાદ કરી હતી અને ફોન પર અડધો કલાક વાત પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને મિત્રતા અને વિશ્વાસના સંબંધ માટે આભાર જાહેર કર્યો. પીએમ મોદીએ પણ આબેના પ્રયત્નોને બિરદાવ્યા અને એકબીજાની મુલાકાતોને યાદ કરી હતી.
