ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
યુક્રેન સામે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ લડી રહેલા રશિયાને પહેલી મોટી ખુવારી વેઠવાનો વારો આવ્યો હોવાનો મોટો દાવો કરાયો છે.
યુક્રેની અને બેલારુસના મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાના મેજર જનરલ આંદ્રેઈ સુખોવત્સ્કીનું આઠમાં દિવસના હુમલામાં મોત થયું છે.
સાથે જ યુક્રેન વતી રશિયાને ભારે નુકસાન પહોંચાડવાનો પણ દાવો કરાયો છે.
રશિયાને વેઠવી પડેલી જાનમાલની આ પહેલી મોટી ખુવારી થઈ હોવાનું કહેવાય છે.