ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર, 2021
શુક્રવાર
રશિયાના સાઇબેરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અહીંના કેમેરોવો ક્ષેત્રની કોલસાની ખાણમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ ભીષણ આગમાં છ બચાવ કર્મચારીઓ સહિત 52 લોકોના મોત થયા છે.
જોકે હજુ પણ ઘણા મૃતદેહો અંદર છે, તેમને બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના અંગે રાષ્ટ્રપતિ પુતિને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પાંચ વર્ષની અંદર બનેલી આ ઘટનાને દેશની સૌથી ભયંકર ખાણ દુર્ઘટના હોવાનું માનવામાં આવે છે.