News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને એક મહિનો થઈ ગયો છે.
દરમિયાન યુક્રેનના એક મંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ દાવો કર્યો છે કે, રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુને રાષ્ટ્રપતિ પુતિન સાથે આકરી બોલાચાલી બાદ હાર્ટ એટેક આવ્યો છે.
યુક્રેનનો દાવો છે કે, પુતિને યુક્રેનમાં પોતાના વિશેષ સૈન્ય અભિયાનની નિષ્ફળતા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. જેના કારણે બંને નેતાઓ વચ્ચે બોલાચાલી અને મતભેદ થયાં હતા.
હવે યુક્રેનના મંત્રીએ કરેલા દાવા બાદ શોઈગુ અંગે ચર્ચા વધારે તેજ બની છે.
એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, શોઈગુને મિલિટરી કાર્યવાહીમાં નિષ્ફળતા બદલ જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે