Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વના આ દેશમાં રેતના તોફાને  મચાવી ભારે તબાહી, ૪ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ.. જુઓ તસવીરો 

News Continuous Bureau | Mumbai

ઇરાકમાં (Iraq) ઘણીવાર રેતનું તોફાન આવતું રહે છે અને એ માટે તંત્ર પણ એલર્ટ હોય છે. ઇરાકમાં રેતના તોફાને(Sandstorm) ભારે તબાહી મચાવી છે. સમગ્ર દેશને જાણે હચમચાવી દીધો છે. સોમવારથી શરૂ થયેલા આ તોફાનથી લોકોને શ્વાસ(Breathing) લેવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. હજારો લોકોને આ શ્વાસની સમસ્યાને પગલે હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. ઇરાકમાં એપ્રિલ માસ બાદ આ આઠમી વખત વાવાઝોડાનો(hurricane) કહેર જોવા મળ્યો છે. મે માસના પ્રારંભે આવેલા રેતીલા તોફાનમાં એક શખ્સનું મોત પણ નીપજ્યું હતું. એવું સામે આવ્યું હતું કે રેતીલા તોફાનને લીધે આ શખ્સને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. 

Join Our WhatsApp Channel

રેતીલા આ તોફાનને પગલે ૫ હજાર જેટલા લોકોને શ્વાસની તકલીફ થઇ હતી. આ પરિસ્થિતિને પગલે અહીંની સ્કૂલો, એરપોર્ટ સહિત ઓફિસો બંધ કરી દેવાઇ હતી. રેતનું તોફાન એટલું ભયંકર હતું કે રાજધાની(capital) બગદાદ (Baghdad) ધૂળથી જાણે ઢંકાઇ ગયું. રેતના આ તોફાનથી ઇરાકના અન્ય શહેરોમાં પણ ભારે અસર થઇ હતી. દક્ષિણ ઇરાકના શિયા બહુલ (Shia majority) નજફ અને ઉત્તરી કુર્દમાં(Kurdish) પણ જનજીવન(Public life) ભારે અસરગ્રસ્ત બન્યું હતું. રેતના આ તોફાનને પગલે અહીંની ઇમારતો, ઘરો અને વાહનો પર ધૂળનું જાણે આવરણ પથરાઇ ગયું હતું. 

આ સમાચાર પણ વાંચો : કોરોના ગયો નથી ત્યાં નવા વાયરસે ચિંતા વધારી, બ્રિટન બાદ હવે આ દેશમાં મળ્યો કેસ.. 

રેતના તોફાનને પગલે જનજીવન અસરગ્રસ્ત થતાં સત્તાધીશોએ રાજધાની બગદાદ સહિત દેશના ૧૮ પ્રાંતમાંથી ૭ માં સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રેતના તોફાનથી વૃધ્ધ અને અસ્થમાના દર્દીઓની(Asthma patients) હાલત કફોડી બની હતી. આવા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો અનુભવ થયો હતો. આ સ્થિતિને જાેતાં સરકારે હોસ્પિટલો ચાલુ રાખવાના આદેશ આપ્યા હતા. ઇરાકના આરોગ્ય મંત્રાલયના(Ministry of Health) એક પ્રવક્તા સૈફ અલ બદ્રએ જાણકારી આપતાં કહ્યું કે, ૪ હજાર જેટલા લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે.

​​​​​​​

Iran Hormuz Control હોર્મુઝ પર ઈરાનનો કબ્જો જમાવવાની તૈયારી? મોટો ટેક્સ વસૂલવાની યોજના, આ દેશ સાથે ચાલી રહી છે ગુપ્ત ડીલ
Trump Admin F1 Visa Cuts અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો ટ્રમ્પ પ્રશાસનના કડક નિર્ણાયક પગલાથી ભારતીય સ્ટુડન્ટ્સની મુશ્કેલીઓ વધી
Trumps New Threat ગ્લોબલ ટ્રેડ અને ઓઈલ રૂટ પર તણાવ વધ્યો હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનું આક્રમક નિવેદન, ઈરાનને આપી ચેતવણી
Massive Space Junk Bomb Launched સ્પેસ એજન્સીઓ માટે એલર્ટ… અવકાશી કચરાના કારણે સેટેલાઇટ્સ અને પૃથ્વી પર વધી રહ્યું છે જોખમ,
Exit mobile version