અભિનેતા સંજય દત્ત બાદ ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને સંયુક્ત અરબ અમીરાતની સરકારે ગોલ્ડન વિઝા પ્રદાન કર્યા છે.
આ સાથે જ સાનિયા મિર્ઝા ત્રીજી એવી ભારતીય ખેલાડી બની ગઇ છે. જેમને યૂએઇ તરફથી ગોલ્ડન વિઝા મળ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગોલ્ડન વીઝા મળ્યા બાદ સાનિયા મિર્ઝા રમતો સાથે જોડાયેલો એક બિઝનેસ શરૂ કરી શકે છે.
હૈદ્રબાદની રહેવાસી 34 વર્ષીય સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના સિયાલકોટની રહેવાસી 39 વર્ષની મલિકએ 2010 માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ સાનિયા મિર્ઝા અને શોએબ મલિક દુબઇમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે મનોરંજન ઉદ્યોગમાંથી, બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સંજય દત્તને આ વિઝા મળ્યા છે.