Site icon

ભારતના આ પાડોશી દેશમાં અભૂતપૂર્વ સંકટ, પેટ્રોલ ભરેલું જહાજ દરિયામાં ઉભું છે પણ ચુકવણીના પૈસા નથી… જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભારતના(India) પાડોશી દેશ શ્રીલંકાની(Srilanka) આર્થિક કટોકટી(Economic crisis) એટલી ઘેરી બની છે કે દરિયામાં પેટ્રોલ(Petrol) ભરેલું જહાજ પડયું છે પરંતુ તેની ચૂકવણી કરવાના નાણાં નહી હોવાથી મુશ્કેલી વધી છે. આ જહાજ(Ship) આજકાલનું નહી પરંતુ એક મહિનાથી ડોલરમાં(Dollar) પેમેન્ટની રાહ જોઇ રહયું છે એટલું જ નહીં અગાઉ જહાજે પેટ્રોલની ફેરી કરી હતી તેના 5.3 કરોડ ડોલર પણ આપવાના બાકી છે. શિપિંગ કંપનીએ(Shipping company) જયાં સુધી પેમેન્ટ ના થાય ત્યાં સુધી સ્થળ છોડવાનો ઇન્કાર કરી દીધો છે

Join Our WhatsApp Community

ઓનલાઇન પોર્ટલ(Online portal) ન્યૂઝફર્સ્‌ટ ડોટ એલકેના રિપોર્ટ પ્રમાણે વીજળી મંત્રી(Minister of Power) કંચના વિજેસેકેરાએ(Kanchna Vijasekera) સંસદને જણાવ્યુ કે ૨૮ માર્ચથી શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં પેટ્રોલથી ભરેલું એક જહાજ ઉભુ છે. પરંતુ તેની ચુકવણી કરવા શ્રીલંકાની પાસે ડોલર નથી.  આ સિવાય જાન્યુઆરી 2022માં પાછલા ડિલિવરી માટે તે જહાજના ૫.૩ કરોડ ડોલરની રકમ બાકી છે. મંત્રીએ કહ્યુ કે, શિપિંગ કંપનીએ બંને ચુકવણી સુધી જહાજ છોડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, આ કારણ છે કે અમે લોકોને વિનંતી કરી કે ઇંધણ માટે રાહ ન જુએ. ડીઝલને લઈને કોઈ સમસ્યા નથી. અમારી પાસે પેટ્રોલનો મર્યાદિત જથ્થો છે અને તે જરૂરી સેવાઓ વિશેષ રૂપથી એમ્બ્યુલન્સને વિતરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  

આ સમાચાર પણ વાંચો :  RBIએ શ્રીલંકાને આપી મોટી રાહત, ડોલર નહિ આ કરન્સીમાં કરી શકશે વ્યવહારની ચુકવણી.. જાણો વિગતે 

વિજેસેકેરાએ કહ્યુ કે તમામ ફિલિંગ સ્ટેશનો(Filling stations) પર પેટ્રોલ વિતરણ કરવામાં શુક્રવારથી ત્રણ દિવસ લાગશે. જૂનમાં શ્રીલંકાને ઈંધણ આયાત કરવા માટે 53 કરોડ ડોલરની જરૂૂર પડશે. ભલે દેશને ભારતીય ઋણ સુવિધાનો લાભ મળે છે, ત્યારે પણ તેને બે વર્ષ પહેલાના દર મહિને 15 કરોડ ડોલરની તુલનામાં ઈંધણ ખરીદી માટે 50 કરોડ ડોલરથી વધુની જરૂૂર પડશે. શ્રીલંકાએ ઈંધણના પાછલા આયાત જથ્થા માટે 70 કરોડ ડોલરથી વધુની રકમની ચુકવણી કરવાની છે.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version