News Continuous Bureau | Mumbai
ભારતમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ યુરોપની સાથે જ ચીન કોરોનાની ચોથી લહેરનો ગંભીર સામનો કરી રહ્યું છે. ચાઈનામાં કોરોનાના પ્રતિદિન નોંધાતા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી કોરોનાને બેકાબુ થતો રોકવા ચીને તેના અનેક શહેરોમાં સખત લોકડાઉન લાદી દીધો છે, જેમાં તેના આર્થિક પાટનગર કહેવાતા શાંઘાઇમાં પણ તેણે લોકડાઉન અમલમાં મૂકી દીધો છે. જોકે આ વખતે ચીને લોકડાઉનમાં માણસોની સાથે જ જાનવરોના બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધના અંતનાં એંધાણ? રશિયા અહીં સૈન્ય કાર્યવાહી ઘટાડશે પણ સાથે સાથે યુક્રેને પણ પાળવું પડશે આ મહત્વનું વચન; જાણો વિગતે
મળેલ માહિતી મુજબ શાંઘાઇમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન અત્યાર સુધીનો સૌથી મોટો લોકડાઉન છે, જેમાં શાંઘાઈના પૂર્વ હિસ્સામાં માણસોની સાથે જ અહીં હવે જાનવરોની અવરજવર પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, તેને કારણે દુનિયાનું ટેન્શન વધી ગયું છે. મંગળવારે અહીં 4,477 કેસ નોંધાયા બાદ સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
