Site icon

હદ થઇ ગઈ હવે તો, અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારે મહિલા એન્કર્સ અને શિક્ષણને લઈને જાહેર કર્યું આવું વિચિત્ર ફરમાન.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનની(Afghanistan) સત્તા પર કબજાે કર્યા બાદ મહિલાઓ માટે તાલિબાન(Taliban) નવા-નવા ફરમાન જારી કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ મહિલાઓએ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓનો અભ્યાસ(women education) બંધ કરાવી દીધો હતો. જ્યારે વિરોધ થયો તો માત્ર છઠ્ઠા સુધી છોકરીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી. તાલિબાને મહિલાઓના પહેરવેશથી(Women's Clothing) લઈને અનેક બાબતો પર પ્રતિબંધો(Restrictions) લાગુ કર્યા છે. હવે તાલિબાને મહિલા ન્યૂઝ એન્કરો(News anchors) માટે વધુ એક ફરમાન જાહેર કર્યું છે. 

Join Our WhatsApp Community

 સમાચાર પણ વાંચો : પંજાબ નેશનલ બેન્કનું 13000 કરોડનું ફુલેકું ફેરવી જનાર મેહુલ ચોક્સીને મોટી રાહત, આ દેશમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચાયા.. જાણો વિગતે 

તાલિબાનના નવા આદેશ પ્રમાણે તમામ ટીવી ચેનલો પર કામ કરનારી મહિલા એન્કરોએ શો કરતા સમયે પોતાનો ચહેરો ઢાંકવો પડશે. અફઘાનિસ્તાનની સ્થાનિક સમાચાર(Local news) અનુસાર જાણવા મળી રહ્યું છે કે તાલિબાનના સૂચના અને સાંસ્કૃતિક મંત્રાલયે(Ministry of Information and Culture) ફરમાન જાહેર કરતા તેને અંતિમ ર્નિણય ગણાવ્યો અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તમામ મીડિયા આઉટલેટ્‌સ(Media outlets) માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની શરૂઆત થતાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને પ્રતિબંધો સતત વધારવામાં આવી રહ્યાં છે.

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version