ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
અફઘાનિસ્તાનના મોટા અને મુખ્ય શહેરો તથા જીલ્લાઓ પર સતત તાલિબાની આતંકીઓ કબ્જો કરી રહ્યાં છે.
હવે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનના ગઝની શહેર પર કબ્જો કરી લીધો છે. ગઝની શહેરથી કાબુલ માત્ર 150 કિલોમીટર દૂર છે.
તાલિબાનોએ ગઝનીમાં પોતાની હાજરી દર્શાવવા માટે વીડિયો અને ફોટા ઓનલાઇન જાહેર કર્યા છે.
અફઘાન સુરક્ષા દળો અને સરકારે લડાઈ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, રાષ્ટ્રપતિ અશરફ ગની દેશના વિશેષ દળો અને યુએસ એરપાવર દ્વારા તાલિબાન પર હુમલો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક સપ્તાહની અંદર તાલિબાને 10 પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી છે. આ મુદ્દે અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આગામી 90 દિવસમાં તાલિબાની આતંકીઓ કાબુલ પર પણ કબ્જો કરી લેશે.
