ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ઓલિમ્પિક રમતોનું આયોજન કરી રહેલ જાપાની રાજધાની ટોક્યોમાં આજે કોરોનાના 5,042 નવા કેસ નોંધાયા છે.
આ નવા કેસ પછી ટોક્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2,36,138 પર પહોંચી ગઈ છે.
જુલાઈના મધ્યથી ટોક્યો અને આસપાસના અન્ય ચાર વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ છે.
જોકે જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગાએ આ વાતને નકારી કાઢી છે કે ઓલિમ્પિકને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે.
