Site icon

ભારતીય સંસ્ક્રૃતિને મળ્યું સન્માન…અમેરીકન એરફોર્સમાં આ ગુજરાતી સૈનિકને મળી તિલક લગાવાની છૂટ; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

અમેરિકી વાયુસેનામાં ભારતીય આસ્થાનું સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય મૂળના હવાઈ સૈનિક દર્શન શાહને કપાળ પર તિલક લગાવવાની ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. આ સાથે હવે યુએસ એરફોર્સમાં ભારતીય મૂળના તમામ સૈનિકો યુનિફોર્મ સાથે તિલક કરી શકશે. યુએસ એરફોર્સમાં એરમેન દર્શન શાહના પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં દર્શન શાહે અમેરિકન એરફોર્સને ડ્યુટી દરમિયાન તિલક લગાવવાની વિનંતી કરી હતી. દર્શનની આ માંગ બાદ આ સમાચાર સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયા. આ સાથે જ દર્શનને દુનિયાભરમાંથી ઓનલાઈન સપોર્ટ મળવા લાગ્યો. શાહે કહ્યું કે મંજૂરી મળી ત્યારથી ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂ જર્સી અને ન્યૂયોર્કના મારા મિત્રો મને અને મારા માતા-પિતાને મેસેજ મોકલી રહ્યા છે કે તેઓ ખૂબ જ ખુશ છે કે યુએસ એરફોર્સમાં આવું કંઈક થયું છે.

આ સમાચાર પણ વાંચો : મીરા-ભાયંદર પાલિકાનો અજબ કારભાર, મંડળે કર નહીં ચૂકવતા આખું ધાર્મિક સ્થળ જપ્ત કર્યું, શ્રદ્ધાળુઓ થયા નારાજ…. જાણો વિગતે

દર્શન શાહનો જન્મ મિનેસોટાના એડન પ્રેરીમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેઓ બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થા એટલે કે, બીએપીએસની દેખરેખ કરે છે. આ સંપ્રદાયનું ધાર્મિક પ્રતિક ચંદન છે, જે નારંગી રંગનો યુ આકારનું તિલક બનાવે છે. દર્શને 2020માં મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ  કર્યા બાદથી તે તિલક ચાંદલા સાથે વર્દી લગાવાની મંજૂરી માગી રહ્યા હતા, પરંતુ તે સ્વીકારવામાં આવી ન હતી.

શાહે કહ્યું કે હું ફરજ પર હોઉં ત્યારે મારો યુનિફોર્મ પહેરું છું અને તિલક પણ લગાવું છું. વાયુસેનાના સભ્ય તરીકે યુનિફોર્મ એ મારી ઓળખ છે એ વાત સાચી છે એ પણ સાચું છે કે તિલક લગાવ્યા પછી મને સારું લાગે છે. તે મને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે. જેના કારણે હું કોણ છું તે જાણી શક્યો છું. મુશ્કેલીઓનો સામનો કરવાની આ મારી રીત છે. શાહે કહ્યું કે તેઓ ખુશ છે કે તેઓ એવા દેશમાં રહેતા હતા જ્યાં તેમને ફરજ પર હોય કે ઑફ ડ્યુટી દરમિયાન તેમના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય.

આ સમાચાર પણ વાંચો : આર્થિક રીતે ખખડી ગયેલી BMC પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ. ટેક્સ વસૂલવા માત્ર અઠવાડિયાનો સમય રહ્યો બાકી…. જાણો વિગતે

India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Exit mobile version