Site icon

પાકિસ્તાની વૈજ્ઞાનિકને છોડાવવા અમેરીકા ના ટેક્સાસમાં ૪ લોકોને બંધક બનાવાયા. આવો રહ્યો અંજામ. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

અમેરિકાના ટેક્સાસમાં પાકિસ્તાનના એક આતંકીએ યહૂદી ધર્મસ્થળ પર હુમલો કરીને ચાર લોકોને બંધક બનાવી લીધા હતા. જોકે ચારેય લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. બંધક લોકોને છોડવાના બદલામાં આતંકીએ આફિયા સિદ્દીકીને છોડવાની માંગ કરી હતી. આ ઘટનાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. જાણો કોણ છે એ સ્ત્રી જેને છોડાવવા માટે આ ઘટના બની હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીનો હેતુ ટેક્સાસની જેલમાં બંધ પાકિસ્તાની ન્યૂરો-સાયન્ટિસ્ટ આફિયા સિદ્દિકીને છોડાવવાનો હતો. જેને અફઘાન કસ્ટડીમાં યુએસ સૈન્ય અધિકારીઓને મારવાનો પ્રયાસ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સિદ્દીકી હાલમાં ટેક્સાસની ફેડરલ જેલ એફએમસી કાર્સવેલમાં બંધ છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે બંધકો છૂટી ગયા હોવાની માહિતી આપી છે. આ સમગ્ર ઘટનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પોતે પણ આ ઘટનાનું સતત અપડેટ લઈ રહ્યા હતા.

બ્રિટનના બોરિસ જોનસન ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના આ અધિકારી બની શકે છે નવા PM

આ દરમિયાન અહેવાલમાં એક અમેરિકી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તે આફિયા સિદ્દીકીની મુક્તિની માંગ કરી રહ્યો થો, જેને અમેરિકન મીડિયા ‘લેડી કાયદા' તરીકે ઓળખે છે. જોકે, બાદમાં સ્પષ્ટ થયું કે આફિયા સિદ્દીકીનો ભાઇ હ્યુસ્ટનમાં છે. આફિયાના ભાઈના વકીલે સ્પષ્ટતા કરી હતી કે બંદૂકધારી આફિયાનો ભાઈ નથી. વકીલે કહ્યું કે તેમના ક્લાયન્ટ કાનૂની એજન્સીઓને ફોન કરીને કહી રહ્યા છે કે તેઓ આ સમગ્ર ઘટનામાં સામેલ નથી.

આફિયા સિદ્દીકીને લેડી અલ-કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. આફિયાને પાકિસ્તાનમાં રાષ્ટ્રની દીકરીનો દરજ્જો મળેલો છે. 2010માં, સિદ્દીકીને 14 દિવસની તપાસ બાદ ન્યૂયોર્કના ફેડરલ જજે 86 વર્ષની જેલની સજા ફટકારી હતી. જ્યુરીએ તેને અમેરિકન નાગરિકો અને સરકારી કર્મચારીઓની હત્યાના પ્રયાસ તેમજ યુએસ અધિકારીઓ અને કર્મચારીઓ સામેના હુમલા માટે દોષિત ઠેરવી હતી. આફિયા સિદ્દીકી એક પાકિસ્તાની વૈજ્ઞાનિક છે જેણે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી સ્નાતક અને બ્રાંડિસ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે.

Vladimir Putin: યુરોપિયન દેશો પુતિનના ‘અખંડ રશિયા’ના પ્લાનથી ડર્યા, રશિયાએ તાત્કાલિક આપી પ્રતિક્રિયા!
Jordanian Dinar: આ છે દુનિયાનું સૌથી મોંઘું ચલણ જોર્ડનમાં ૮૦૦ દિનાર કમાણી કરનાર ભારતમાં લખપતિ બની જાય, જાણો શું છે કારણ!
H1B Visa Interview: અમેરિકા જવું મુશ્કેલ H-1B વિઝા અરજદારોની મુશ્કેલીઓ વધી, અપોઇન્ટમેન્ટ તારીખે જશો તો પ્રવેશ નહીં!
Anant Ambani: અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આગેવાની લેવા બદલ ગ્લોબલ હ્યુમેન સોસાયટી દ્વારા ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત
Exit mobile version