અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે 800 કેસ સામે આવ્યા છે જેની સીડીસી દ્વારા તપાસ ચાલી રહી છે.
જાણવા મળ્યા મુજબ 31 મે સુધીમાં 216 લોકોને પહેલા ડોઝ બાદ અને 573 લોકોને બીજા ડોઝ બાદ માયોકાર્ડાઈટિસ કે પૈરિકાર્ડાઈટિસનો સામનો કરવો પડ્યો હતો. તેમાં અડધાથી વધારે સમસ્યા 12થી 24 વર્ષની ઉંમરના લોકોને થઈ છે
આ જાણકારી સામે આવ્યા બાદ હવે સીડીસીના સલાહકાર વેક્સિનથી સર્જાયેલી જટિલતાઓ, માયોકાર્ડાઈટિસ અને પૈરિકાર્ડાઈટિસના કારણો જાણવા 18 જૂનના રોજ બેઠક યોજશે.
ઉલ્લેખનીય છે કે આ આંકડા વેક્સિન સુરક્ષાને લઈ યોજાયેલી એક બેઠકમાં સામે આવ્યા છે. જેમાં કેટલાક સંશોધકોએ વેક્સિનના કારણે સર્જાયેલી આ સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.
