News Continuous Bureau | Mumbai
Saudi Arabia Ramadan: રમઝાન પહેલા સાઉદી અરેબિયામાં ગેરકાયદેસર ( Illegals ) રીતે રહેતા લોકોની ધરપકડ ચાલી રહી છે. સાઉદી અરબ પોલીસે અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોની ધરપકડ કરી છે. દેશના ગૃહ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું હતું કે, સાઉદી અરેબિયામાં 59,721 લોકો ઘૂસણખોરી કરી અને રહે છે. જેમાંથી હાલ 23,040 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અભિયાનમાં 4,690 મહિલાઓ પણ ઝડપાઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 ફેબ્રુઆરીથી 6 માર્ચની વચ્ચે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 12,951 લોકોએ દેશની રેસિડેન્સી સિસ્ટમનું ( Residency System ) ઉલ્લંઘન કર્યું હતું. તો 6,592 લોકોએ સરહદ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન ( Border Security Regulations ) કર્યું હતું અને 3,497 લોકોએ શ્રમ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. સાઉદી અરેબિયાના એક અખબાર અનુસાર, વર્ષ 2021 પછી ઘૂસણખોરોનો આ આંકડો રેકોર્ડ પાર થયો હતો. જેમાં વર્ષ 2021માં કુલ 19,812 ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી.
વિઝાની મુદત પુરી થયા પછી પણ અહીં રહી રહ્યા છે…
દરમિયાન, સાઉદી અરેબિયાના મંત્રાલયે ( Saudi Arabia Ministry ) મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જે લોકો ઘૂસણખોરોને મદદ, આશ્રય અથવા સુવિધાઓ પ્રદાન કરે છે. તેમને 15 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. નોંધનીય છે કે, સાઉદી અરેબિયાએ રમઝાન મહિનાની શરૂઆત પહેલા આ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચાંદ દેખાતા સાઉદી અરેબિયામાં રમઝાનના રોજા શરૂ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ દેશો ઘૂસણખોરોથી પરેશાન છે, આ જ ક્રમમાં કેટલાક ઘૂસણખોરો સાઉદી અરેબિયામાં પણ રહે છે. કેટલાક લોકો આવા લોકોને મદદ પણ કરે છે, જેના કારણે ગેરકાયદે રહેતા લોકોને આ સુવિધાઓ મળે છે.
આ સમાચાર પણ વાંચો : China Surrogacy: બાળકોને જન્મ આપી, મહિલાઓ કમાવી શકે છે 25 લાખ રુપિયા, ચાઈનાની આ કંપનીએ આપી ઓફર..
એવું કહેવાય છે કે આ ઘૂસણખોરોમાંના મોટાભાગના એવા લોકો છે. જેઓ તેમના વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ અહીં દેશમાં જ રહે છે. કેટલાક લોકો એવા છે જે પ્રવાસી વિઝા પર દેશમાં પ્રવેશ કરે છે અને દેશમાં કામ કરવાનું શરૂ કરી દે છે, જેના કારણે પણ ઘુસણખોરીની સંખ્યા વધી રહી છે.
