ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
તાલિબાન સરકાર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અસ્થિરતાનું વાતાવરણ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શુક્રવારે અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારમાં આવેલા નંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં નમાઝ સમયે એક ભીષણ વિસ્ફોટ થયો છે.
આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકોને ઈજા પહોંચી છે.
આ વિસ્તાર અફઘાનિસ્તાનના સ્પિન ઘાર જિલ્લામાં આવેલો છે.
જોકે મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી કોઈપણ આતંકવાદી જૂથે લીધી નથી.
ઉલ્લેખનીય છે કે તાલિબાને ઓગસ્ટ મહિનામાં સત્તા હાંસલ કરી ત્યારથી સ્પિન ઘાર વિસ્તાર ઈસ્લામિક સ્ટેટ જૂથની પ્રવૃત્તિનું કેન્દ્ર બનેલું છે.
ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે
