Site icon

શું તમને ખબર છે- વિશ્વના આ દેશમાં કોફી ન પિવડાવવા પર મળે છે તલાક-જાણો તલાકના અજીબ કાયદાઓ

 News Continuous Bureau | Mumbai

બે વ્યક્તિઓ વચ્ચેની એવી સમજૂતી જેમાં તેઓ એકબીજાથી છુટા પડી જાય છે. છૂટાછેડા(Divorce) લેવાના અનેક કારણો હોય છે. પરસ્પર સમજણનો(Mutual understanding) અભાવ, સાથીનો દગો આપવું કે પછી કોઈ શારીરિક અથવા તો સામાજિક સમસ્યા(A physical or social problem). પરંતુ તમે એવું માની શકો કે, એક કોફીના(coffee) કારણે છૂટાછેડા થઈ શકે છે? જી હા, આ વાત એકદમ સાચી છે. અને દુનિયાના એક દેશમાં આવો કાયદો પણ છે. આ દેશ છે પોતાના જડ અને અજીબો ગરીબ નિયમો માટે જાણીતો દેશ સાઉદી અરેબિયા(Saudi Arabia.). જ્યાં કૉફી ન આપવી એ છૂટાછેડા માટેનો આધાર બની શકે છે. નિયમ એવો છે કે, જાે પત્નીને તેનો પતિ સવારમાં સારી કૉફી આપવામાં નિષ્ફળ રહે તો પત્ની પતિથી તલાક માંગી શકે છે અને તેને મંજૂર પણ કરવામાં આવે છે. એટલે કે જો પત્ની કોફીની શોખીન હોય તો તેને રોજ સવારે સારી કૉફી મળવી જરૂરી છે. 

Join Our WhatsApp Community

દુનિયામાં છૂટાછેડા માટે અનેક આવા અજીબોગરીબ કાયદાઓ છે. જેમાં એક છે ચીનનો(China) હત્યાને લગતો કાયદો. ચીનના એક બહુ જૂના કાયદા અનુસાર જાે સ્ત્રીને લાગે છે કે, તેનો પતિ તેને દગો દઈ રહ્યો છે(betraying), તો પત્ની તેની હત્યા કરી શકે છે. જો કે, આ કાયદાની ખાસ વાત એ છે કે, પત્નીએ કોઈ હથિયાર વિના એટલે કે પોતાના હાથથી જ પતિની હત્યા કરવાની રહે છે. 

કહેવાય છે કે,પુરુષો ભૂલકણા હોય છે. અને આ એક ભૂલવાની ભૂલ તેમને ભારે પડી શકે છે, જો તેઓ સમોએ દેશમાં હોય તો. આ દેશમાં તલાકથી બચવા માટે પતિઓએ તારીખો ખાસ યાદ રાખવી પડશે. એમાં પણ ખાસ તો પત્નીનો જન્મદિવસ. સમોઆના એક કાયદા પ્રમાણે તો પતિ પોતાની પત્નીને જન્મદિવસની શુભેચ્છા(Happy Birthday Wish)આપતા ભૂલી જાય તો પત્ની તેને તલાક આપી શકે છે. 

આ સમાચાર પણ વાંચો:  લ્યો કરો વાત- દુનિયાના આ સૌથી અમીર વ્યક્તિની માતા સુવે છે કોઈ રાજગાદી પર નહીં પણ ગેરેજમાં સુવે છે- અબજોપતિની માતાએ કર્યો ખુલાસો

મોટા ભાગના દેશોમાં છૂટાછેડા લેવા કાનૂની છે. પરંતુ કેટલા દેશો એવા છે જ્યાં છૂટાછેડા લેવા ગુનો હોય શકે છે. ફિલિપિન્સમાં(Philippines) છૂટાછેડા લેવા ગુના છે. એટલે જ કેટલાક લોકો વિદેશમાં જઈને છૂટાછેડા લે છે. જો કે આ છૂટાછેડા ફિલિપિન્સમાં માન્ય નથી ગણાતા. જોકે ભારત આ મામલે ઘણું જ આગળ અને મુક્ત વિચારસરણી ધરાવતો દેશ છે. આ દેશમાં પુરુષ અને સ્ત્રીને સમાન અધિકારી મળે છે અને છૂટાછેડા લેવા માટે બંનેની સહમતિ જરૂરી છે. અહીં તો છૂટાછેડા પહેલા યુગલને એક તક પણ આપવામાં આવે છે. સાથે જ ભારત એવા ગણતરીના દેશોમાંથી છે જ્યાં ત્રિપલ તલાકને કાયદાકીય છૂટાછેડા તરીકે માન્યતા નથી આપવામાં આવી. એટલે કે ભારતના છૂટાછેડાના કાયદા દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ઘણા સારા છે.

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version