Site icon News Continuous Bureau | Mumbai

આ દેશમાં એક મહિલાએ એકસાથે આપ્યો દસ બાળકોને જન્મ; એક જ મહિનામાં તૂટ્યો આ વર્લ્ડ રેકૉર્ડ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

દક્ષિણ આફ્રિકાથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો. ગયા મહિને, એક જ સગર્ભાવસ્થામાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકૉર્ડ મોરોક્કોના માલિની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ હવે તેનો રેકૉર્ડ ફક્ત એક મહિનામાં જ તૂટી ગયો છે.

૭ જૂને, ગોસિયામી ધમારા સિથોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપવા ઑપરેશન કરાવવું પડ્યું હતું. મહિલાએ સાત છોકરાઓ અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા તપાસ દરમિયાન, ડૉક્ટરે 6 બાળકો થવાની અપેક્ષા બતાવી હતી. એક મીડિયા અહેવાલ મુજબ સિથોલેનાં તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, તેઓ આવતા કેટલાક મહિનાઓ માટે ઇનક્યુબેટર્સમાં રહેશે. સિથોલ અને તેનો પતિ અત્યંત ખુશ છે.

તારીખ પે તારીખ… ભાગેડુ મેહુલ ચોક્સીની જામીન અરજી પર સુનાવણી આ તારીખ સુધી સ્થગિત ; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે સિથોલે કુદરતી રીતે જ સગર્ભા થઈ હતી. તેને ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પગ અને કમરમાં ઘણો દુખાવો થતો હતો. તે ગર્ભાવસ્થાને કારણે ચિંતિત હતી. તેને ડર હતો કે તેનાં બાળકો બચશે કે નહીં.

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version