Site icon News Continuous Bureau | Mumbai

ડબલ્યુએચઓ ના મતે જેમને કોરોના થઈ ચુક્યો હોય તેમને ઓમિક્રોનનું જાેખમ વધુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

દેશભરમાં કોરોના વાઇરસ સામે અપાઇ રહેલી રસીના ડોઝની સંખ્યા વધીને ૧૩૦ કરોડને પાર પહોંચી ગઇ છે. બુધવારે સાંજે સાત વાગ્યા સુધીમાં રસીના ૭૨ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. ૧૬મી જાન્યુઆરી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.  દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ એવા લોકોને લાગવાની શક્યતાઓ વધુ હોય છે કે જેમને અગાઉ કોરોના થયો હોય અથવા સાજા થઇ ગયા હોય.  ભારતમાં કોરોનાના નવા ૮૪૩૯ કેસો સામે આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૧૯૫ લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ દેશમાં ઓક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૯૩ હજારે પહોંચી ગઇ હતી. હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને ચિંતા વધી રહી છે. કેન્દ્ર સરકારે ઓમિક્રોન વેરિઅન્ટને લઇને રાજ્ય સરકારોને સુચના જારી કરી છે. કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે ઓમિક્રોનના જે પણ દર્દીઓ હોય તેમને માન્ય કોવિડ સુવિધા કેન્દ્ર પર જ સારવાર આપવામાં આવે. એટલે કે આ વેરિઅન્ટના દર્દીઓને અન્ય વેરિઅન્ટના દર્દીઓ કરતા અલગ આઇસોલેટ સુવિધામાં રાખવામાં આવે. સાથે જ સારવાર દરમિયાન ક્રોસ ઇન્ફેક્શન ન ફેલાય તેની પણ સાવચેતી રાખવી.

ચોંકાવનાર સમાચાર : રાજસ્થાનના અલવરની સરકારી શાળાના ૧૫ શિક્ષકો પર બળાત્કારનો કેસ
 

Sheikh Hasina Bangladesh Return Claim દેશનિકાલ વચ્ચે શેખ હસીનાનો મોટો પડકાર ‘હું ભાગી નથી, જનતા વચ્ચે પાછી આવીશ’; ઢાકામાં યુનુસ સરકાર સામે સીધો મોરચો
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
Exit mobile version