નેપાળનો ડ્રેગનને ઝટકો. ત્રણ ચાઇનીઝ કંપનીઓને આ કારણસર કરી બ્લેકલિસ્ટ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

મંગળવાર

ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચીનને નેપાળે જોરદાર ઝટકો આપ્યો છે. 

એશિયન ડેવલપમેન્ટ બેંકે ચીનની કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરતા નેપાળે ત્રણ ટોચની ચીની કન્સ્ટ્રક્શન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. 

સાથે જ નેપાળના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ભાગ લેવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવી છે 

એક રિપોર્ટ અનુસાર, ચીને અખંડિતતાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના બદલામાં એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ચાઇના CMC એન્જિનિયરિંગ કંપની, નોર્થવેસ્ટ સિવિલ એવિએશન એરપોર્ટ કન્સ્ટ્રક્શન ગ્રૂપ અને ચાઇના હાર્બર એન્જિનિયરિંગ કંપની વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યા બાદ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

 

Exit mobile version