Site icon

Aditya L1: ભારતના ‘મિશન સૂર્ય’ આદિત્ય L-1 પર સંકટ? સ્પેસ એજન્સી NASAના વીડિયોએ વધાર્યું ટેન્શન… જુઓ વિડિયો

Aditya L1: નાસાએ એક વીડિયો જાહેર કર્યો છે જે સૂર્યમાંથી આવતા સૌર વાવાઝોડાનો છે. નાસાનું સૂર્ય મિશન આમાંથી બચી ગયું હતું. જો કે હવે જોવાનું એ રહે છે કે આદિત્ય એલ-1 પણ આવી કટોકટીનો સામનો કરશે કે કેમ.

Aditya L1 Trouble for Aditya-L1 NASA Parker Solar Probe gets caught in a dangerous CME whirlwind

Aditya L1 Trouble for Aditya-L1 NASA Parker Solar Probe gets caught in a dangerous CME whirlwind

News Continuous Bureau | Mumbai 

Aditya L1: ભારતના સૂર્ય મિશન આદિત્ય L1 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને L-1 બિંદુ તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન નાસાએ આદિત્ય એલ-1ને ભયંકર ભય વિશે ચેતવણી આપતો વીડિયો જાહેર કર્યો છે. નાસાનું ( NASA  ) કહેવું છે કે ગયા વર્ષે તેમનું સૂર્ય મિશન ‘પાર્કર સોલર પ્રોબ’ ( Parker Solar Probe  ) સૂર્યના CME એટલે કે કોરોનલ માસ ઈન્જેક્શન ( Coronal mass injection ) સાથે અથડાયું હતું. જોકે તે કોઈક રીતે બચી ગયો હતો. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે શું આદિત્ય L1 ને પણ આવા CME નો સામનો કરવો પડી શકે છે. અને જો આવું થશે તો શું તે પોતાની જાતને બચાવી શકશે કે નહીં?

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

પ્રોબ એક શક્તિશાળી CME સાથે અથડાયું

નાસાએ કહ્યું છે કે કેટલાક સમયથી સૌર ગતિવિધિઓમાં ફેરફાર અને વધારો થયો છે. પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. નાસાએ એક પોસ્ટમાં જણાવ્યું કે 5 સપ્ટેમ્બર, 2022ના રોજ પાર્કર સોલર પ્રોબ એક શક્તિશાળી CME સાથે અથડાયું હતું. તમને જણાવી દઈએ કે CME એ ધૂમકેતુઓ અને લઘુગ્રહોના ધૂળના કણો છે જે સૂર્યની ઊર્જા સાથે અથડાય છે અને ખતરનાક બની જાય છે. નાસાનો દાવો છે કે અગાઉનું કોઈ અવકાશયાન આ CMEમાં બચ્યું નથી. વાસ્તવમાં આ પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રના વાદળો છે જે સૂર્યમાંથી નીકળે છે. તે કોઈપણ ગ્રહ તરફ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha: લોકસભામાં ચીન પર રાજનાથ સિંહ અને અધીર રંજન વચ્ચે ઉગ્ર ચર્ચા, રક્ષા મંત્રીએ સ્વીકાર્યો કોંગ્રેસ નેતાનો આ પડકાર…

ફેલ થઈ શકે છે વાહનની નેવિગેશન સિસ્ટમ

આ સૌર વાવાઝોડા તદ્દન ખતરનાક છે. જેના કારણે વાહનની નેવિગેશન સિસ્ટમ ફેલ થઈ શકે છે તેમજ તેને ડાયવર્ટ પણ કરી શકે છે. શક્ય છે કે આદિત્ય એલ-1 પણ આ સૌર વાવાઝોડા સાથે ટકરાય. જોકે, નાસાના પાર્કર અને ભારતના આદિત્ય એલ-1 વચ્ચે ઘણો તફાવત છે. એક તરફ પાર્કર સોલર પ્રોબ સૂર્યની ખૂબ જ નજીક જવા જઈ રહ્યું છે. જ્યારે આદિત્ય એલ-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે એટલે કે સૂર્યથી ખૂબ દૂર અભ્યાસ કરશે.

Donald Trump Mediation: હિંદુ મંદિર વિવાદ બન્યો યુદ્ધનું કારણ: ટ્રમ્પના પ્રયાસો છતાં હવાઈ હુમલાને કારણે બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ
Imran Khan PTI: પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ટ્વિસ્ટ: વિપક્ષી નેતાઓ એકજૂથ થતાં ઇમરાન ખાન હવે ક્યારેય સૂરજ નહીં જોઈ શકે!
Zelensky: પુતિન ગયા, દિલ્હીમાં હવે ઝેલેન્સ્કીનો વારો? કૂટનીતિના મોરચે ભારતની સંતુલિત ચાલ વૈશ્વિક સ્તરે ચર્ચામાં
Putin Dinner: પુતિને ભારતીય ડિનરમાં શું ખાધું? ઝોલ મોમો અને દાળ તડકા સહિત જુઓ રાત્રિભોજન પાર્ટીનું પૂરું મેનૂ
Exit mobile version