ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે હવે અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ઉઝબેકિસ્તાનમાં ક્રેશ થઇ ગયું છે.
ઉઝબેકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બોખરોમ જુલ્ફીકારોવેએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું કે અફઘાન સેનાનું વિમાન અમારી હદમાં ગેરકાયદેસર રીતે ઘુસી આવ્યું હોવાથી તેને તોડી પડાયું.
વિમાન દુર્ઘટનામાં અફઘાન સેનાના બે અધિકારીઓને ઈજા પહોંચી છે.
હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વિદેશી સૈનિકોને નીકાળવાની વચ્ચે તાલિબાનોએ દેશ પર કબ્જો કરી લીધો છે અને રવિવારે તેઓ રાજધાની કાબુલ પહોંચ્યા હતા અને તેમણે રાષ્ટ્રપતિ ભવનનો કબ્જો મેળવ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અશરફ ગની પર ઢોળ્યો અફઘાનિસ્તાન સંકટનો ટોપલો, પૂછ્યો આ સવાલ ; જાણો વિગતે
