ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
અફઘાનિસ્તાનના કંદૂજ પ્રાંતમાં સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી જેમાં ઓછામાં ઓછા 44 તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા છે, સેનાના એક નિવેદનમાં શનિવારે (29 ઓગસ્ટ) આપવામાં આવી છે.
નિવેદનમાં જણાવ્યા મુજબ, ઇમામ સાહિબ નામના જિલ્લામાં આ કાર્યવાહી યુદ્ધ વિમાનો દ્વારા કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોમાં સશસ્ત્ર જૂથના ત્રણ સ્થાનિક કમાન્ડરનો સમાવેશ થાય છે, એમ સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવ્યું છે.
વરિષ્ઠ સૈન્ય કમાન્ડરનો હવાલો આપતા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચાલી રહેલી કાર્યવાહીમાં 37 બળવાખોરો પણ ઘાયલ થયા છે. તાલિબાન આતંકવાદીઓ કે જે કંદૂજ પ્રાંતના ભાગોમાં સક્રિય છે, તેઓએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
