Site icon

અફઘાનિસ્તાનની કરુણ કહાની : જે લોકો અફઘાન છોડી રહ્યા છે તે કોડીની કિંમતે પોતાનો કરોડોનો માલ વેચી રહ્યા છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15, સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અફઘાનિસ્તાન પર 15 ઑગસ્ટ, 2021ના તાલિબાને કરેલા કબજાની સાથે જ સામાન્ય નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. અફઘાનિસ્તાથી બહાર ભાગી છૂટવા  માટે લોકો પોતાની પાસે રહેલો માલસામાન તથા પોતાની સંપત્તિ કોડીના દામ પર વેચી રહ્યા છે. એટલું જ નહીં, પણ સામાન્ય નાગરિકોની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે રોજનાં બે ટંક ભોજન માટે પણ તેમને પોતાની રોજની વપરાતી વસ્તુઓની સાથે ઘરનો સામાન પણ વેચવો પડી રહ્યો છે.

તાલિબાની શાસનની સાથે જ અફઘાનિસ્તાનના નાગરિકો ગંભીર આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એવામાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બજારોમાં લોકો વર્ષોથી પોતાના ઘરમાં ઊભા કરેલા માલસામાનને કોડીના દામે વેચી રહ્યા છે. સામાન વેચીને જે પૈસા મળે એમાંથી દેશથી ભાગી છૂટવામાં મદદે મળે. તેમ જ પોતાના પરિવાર માટે ભોજનની વ્યવસ્થા પણ કરી શકે.

હાલ અફઘાનિસ્તાનમાં આર્થિક હાલત બહુ ગંભીર છે. નાગરિકો બૅન્કમાં પોતાના ખાતામાંથી પ્રતિ સપ્તાહ 200 ડૉલરથી વધુ પૈસા ઉપાડી શકતા નથી. એથી તેમની પાસે રોકડ રકમ રહી નથી. એવામાં ઘર ચલાવવા માટે લોકો પાસે પોતાની ઘરવખરીની વસ્તુઓ વેચાવા સિવાય કોઈ ઉપાય બચ્યો નથી.

અફઘાની મહિલાઓએ કર્યો 'તાલિબાની બુરખા'નો વિરોધ, પારંપરિક પહેરવેશની તસવીરો શૅર કરી; જુઓ સુંદર તસવીરો

કાબુલની બજારોમાં ટેબલ , થાળી, ઓઢવા માટેના કાંબળા, કાચનાં વાસણ, રસોઈ માટેનાં વાસણ, સિલાઈ મશીન, ગાલીચા જેવી વસ્તુઓ વેચાઈ રહી છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version