ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કાબુલ એરપોર્ટની બહાર હાલ પરિસ્થિતિ કથળી રહી છે અને કાબુલમાં અમેરિકી દૂતાવાસે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર સુરક્ષા અંગે, ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ અમેરિકન નાગરિકો જે કાબુલ એરપોર્ટનાં એબી ગેટ, ઈસ્ટ ગેટ અથવા નોર્થ ગેટ પર હોય તેઓ તુરંત જ નીકળી જાય.
કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષાનું નોંધપાત્ર જોખમ છે, તેથી અમે અમેરિકન નાગરિકોને સલાહ આપીએ છીએ કે તેઓ એરપોર્ટ પર મુસાફરી ન કરે, તેઓએ આ સમયે એરપોર્ટ ગેટ પર ન જવું જોઈએ જ્યાં સુધી ત્યાં અમેરિકન સરકારનાં કોઇ પ્રતિનિધિ દ્વારા તમને તે કરવા માટે પરવાનગી આપવામાં ન આવે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં, અમેરિકા સતત શક્ય તેટલી વહેલી તકે લોકોને અહીંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.