ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનને ટક્કર આપનારા પંજશીર પ્રાંતે પણ હારનો સામનો કરવો પડ્યો છે.
તાલિબાન તરફથી દાવો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે તેમણે રજિસ્ટેંસ ફોર્સ (નોર્ધન એલાયન્સ)ના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદને મોતને ઘાટ ઉતાર્યો છે.
તાલિબાન તરફથી પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યુ કે અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતને પુરી રીતે જીલી લેવામાં આવ્યુ છે.
મહત્વપૂર્ણ છે કે પંજશીર અંતિમ પ્રાંત હતો જેની પર તાલિબાનનો કબજો નહતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 ઓગસ્ટે કાબુલ પર જીત સાથે તાલિબાને આખા અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હતો.
હવે ગમે ત્યારે પકડાશે અનિલ દેશમુખ. કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો.