News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારની આખી રાત ચાલેલા આ જંગમાં અફઘાન તાલિબાને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇસ્લામાબાદના ફૈઝાબાદ નજીક એક મિલિટરી કેમ્પ અને નૌશેરાના સૈન્ય હેડક્વાર્ટર પર ડ્રોન સ્ટ્રાઈક કરવામાં આવી છે, જેનાથી અનેક જગ્યાએ ભીષણ આગ લાગી છે.પાકિસ્તાનના બાજૌર જિલ્લામાં પણ પાકિસ્તાની તાલિબાન (TTP) એ અચાનક મોટો હુમલો કર્યો છે, જેમાં પાકિસ્તાની સેનાના ૪૦ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઇસ્લામાબાદના સંવેદનશીલ વિસ્તારોમાં ધમાકા અને આગની લપેટો જોઈ શકાય છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાની સેનાની અનેક સરહદી ચોકીઓ પર પણ કબજો જમાવી લીધો છે.
ઇસ્લામાબાદમાં તાલિબાનના ડ્રોન હુમલા
અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લા ખ્વારાઝમીએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતમાં નાગરિકોને નિશાન બનાવવાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અફઘાન વાયુસેનાએ ઇસ્લામાબાદના સૈન્ય મથકો, એબટાબાદ અને જમરુદની મિલિટરી ટાઉનશિપ પર તીવ્ર હુમલા કર્યા છે. આ હુમલાઓ બાદ પાકિસ્તાનમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
💥💥🚀🚀🚨اسلام آباد آگ کی لپیٹ میں ہے!
ایک بار پھر، جب پاکستانی حکومت نے صوبہ پکتیا میں شہریوں کو نشانہ بنایا، تو افغان فضائیہ نے خودکش ڈرون حملوں کے ذریعے پاکستان کے دارالحکومت اسلام آباد کو شدید حملوں کی زد میں لے لیا۔
ویڈیو میں دکھایا گیا ہے کہ اسلام آباد میں حساس اہداف کو… pic.twitter.com/DP3j4lkfRn
— Daily Kabul News (@KaDailyNews) February 28, 2026
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
૪૦ સૈનિકોના મોત અને ચોકીઓ પર કબજો
શુક્રવારે દિવસ દરમિયાન ૫૫ પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયાના દાવા બાદ, રાત્રે થયેલા તાજા હુમલામાં વધુ ૪૦ સૈનિકોના મોત થયા છે. તાલિબાને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં લશ્કરી છાવણીઓ તોડી પાડી છે. તાલિબાની સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે તેઓ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે સખત કાર્યવાહી કરી રહ્યા છે અને હવે આ જંગ પાકિસ્તાનની રાજધાની સુધી પહોંચી ગઈ છે.
પાકિસ્તાની એરસ્ટ્રાઈકનો બદલો
આ યુદ્ધની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાને કાબુલ, કંધાર અને પક્તિયા જેવા અફઘાન શહેરો પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. તેના જવાબમાં અફઘાનિસ્તાને ‘ઓપન વોર’ જાહેર કર્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે અત્યારે બંને દેશોની સેનાઓ આમને-સામને છે. ભારતની વાયુસેના પણ આ સ્થિતિ પર નજર રાખી રહી છે અને સરહદ નજીક ‘વાયુ શક્તિ ૨૦૨૬’ દ્વારા પોતાની તાકાત બતાવી રહી છે.
