ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તાલિબાન સાથે તાત્કાલિક સંઘર્ષ વિરામ કરાર પર પહોંચવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવી રહ્યુ છે.
સુત્રોએ જણાવ્યું કે ગની રાજીનામા બાદ પોતાના પરિવાર સાથે કોઇ ત્રીજા દેશ જઇ શકે છે.
જોકે, અફઘાનિસ્તાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહ આ પગલાથી સહમત નથી.
ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અનુક્રમે અફઘાનિસ્તાનના બીજા અને ત્રીજા સૌથી મોટા શહેર કંદહાર અને હેરત પર કબજો કર્યો છે.