ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સરકાર બનાવવા માટે તેજ કરાયેલી હિલચાલ વચ્ચે બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે.
આ હિલચાલ વચ્ચે આધારભૂત સૂત્રોનુ કહેવું છે કે, તાલિબાન દ્વારા 11 સપ્ટેમ્બરે સરકારની રચના કરવામાં આવશે.
આ જ દિવસે 2001માં અમેરિકા પર અલ કાયદા દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. 11 સપ્ટેમ્બરે આ હુમલાને 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે.
મનાઈ રહ્યું છે કે, ત્યાં સુધી સરકારમાં કોને સામેલ કરવા અને કોને મંત્રીપદ આપવું તે નક્કી કરવા માટે તાલિબાનને સમય મળી જશે અને આ દિવસે સરકાર બનાવીને તાલિબાન દ્વારા અમેરિકાને આડકતરી રીતે સંદેશો પણ આપવામાં આવશે.
