Site icon News Continuous Bureau | Mumbai

Iran Internet Threat| દુનિયા ઠપ્પ થઈ જશે? તેલ બાદ હવે ઇન્ટરનેટ બંધ કરવાની ફિરાકમાં ઈરાન, હોર્મુઝની ખાડીમાં તૈનાત કર્યું આ ખતરનાક હથિયાર!

Iran Internet Threat| અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે નવો વળાંક, ઈરાને સમુદ્ર નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલ્સ પર ટોલ ટેક્સ વસૂલવાની અને ટ્રાફિક ઠપ કરવાની આપી ધમકી

Iran Internet Threat| દુનિયા ઠપ્પ થઈ જશે? તેલ બાદ હવે ઇન્ટરનેટ બંધ કરવાની ફિરાકમાં ઈરાન, હોર્મુઝની ખાડીમાં તૈનાત કર્યું આ ખતરનાક હથિયાર!

Iran Internet Threat| દુનિયા ઠપ્પ થઈ જશે? તેલ બાદ હવે ઇન્ટરનેટ બંધ કરવાની ફિરાકમાં ઈરાન, હોર્મુઝની ખાડીમાં તૈનાત કર્યું આ ખતરનાક હથિયાર!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Iran Internet Threat| અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા ભીષણ યુદ્ધ બાદ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભારે ઈંધણ સંકટ ઊભું થયું છે. ગ્લોબલ સપ્લાય ચેઈન ઠપ થવાને કારણે આયાત પર નિર્ભર દેશોમાં રાંધણ ગેસથી લઈને પેટ્રોલડીઝલ માટે ભારે હાહાકાર મચેલો છે. આ યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અમેરિકા અને ઈરાન પાછા હટવા તૈયાર નથી, જેના કારણે વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી હોર્મુઝની ખાડી હજુ પણ બંધ પડી છે. આ દરમિયાન હવે ઈરાન એક એવા નવા હથિયારનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેનાથી વિશ્વના અનેક દેશોમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. હોર્મુઝને બ્લોક કર્યા પછી, ઈરાને હવે સમુદ્રના તળિયે બિછાવેલી ઇન્ટરનેટ કેબલ્સને હથિયાર બનાવવાની ખુલ્લી ધમકી આપી છે.

જાણો શું છે ઈરાનનો નવો માસ્ટર પ્લાન?

વિવિધ અહેવાલો અનુસાર, ઈરાન હવે હોર્મુઝની ખાડી નીચેથી પસાર થતી એ તમામ કેબલ્સને નિશાન બનાવી શકે છે, જેના દ્વારા અખાતી દેશો, એશિયા અને યુરોપ વચ્ચે મોટા પાયે ડેટા ટ્રાન્સફર થાય છે. આ સાથે જ ઈરાન વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પાસેથી આ કેબલ્સના ઉપયોગ બદલ ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાની રેવલૂશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલા લશ્કરી પ્રવક્તા ઇબ્રાહિમ જોલફઘારીએ સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર ધમકી આપી છે. આ પ્લાન મુજબ ઈરાન ગુગલ, માઇક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન જેવી દિગ્ગજ વૈશ્વિક કંપનીઓ પાસેથી ભારે ફી વસૂલશે અને આ અંડરસી કેબલ્સની મરામતનું કામ પણ માત્ર ઈરાની કંપનીઓને જ સોંપવામાં આવશે. જો કંપનીઓ ઈરાનના આ કાયદાને નહીં માને, તો ઇન્ટરનેટ ટ્રાફિક રોકી દેવામાં આવશે.

હોર્મુઝની ખાડી નીચે આવેલી છે ઇન્ટરનેટની લાઈફલાઈન

આ દરિયાઈ માર્ગની નીચે અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક કેબલ સિસ્ટમ્સ સક્રિય છે. જેમાં એશિયા-આફ્રિકા-યુરોપ ૧ નેટવર્ક સામેલ છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાને ઇજિપ્તના રસ્તે યુરોપ સાથે જોડે છે. આ સિવાય ફાલ્કન નેટવર્ક છે, જે ભારત અને શ્રીલંકાને અખાતી દેશો, સુદાન અને ઇજિપ્ત સાથે કનેક્ટ કરે છે. તેમજ ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ નેટવર્ક આખા અખાતી ક્ષેત્રને આપસમાં જોડે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના જણાવ્યા અનુસાર, વિશ્વનો ૯૯ ટકા આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ ટ્રાફિક આ જ સબસી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ દ્વારા ચાલે છે. યુએઈ, કતાર, બહેરીન અને સાઉદી અરેબિયા જેવા દેશો માટે આ કેબલ્સ ડિજિટલ લાઈફલાઈન સમાન છે. જો તેને નુકસાન થશે તો ઓનલાઈન બેંકિંગ ઠપ થઈ જશે અને વૈશ્વિક સ્તરે અબજો ડોલરનું આર્થિક નુકસાન થશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી

ટેલિકોમ રિસર્ચ ફર્મના નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે આ સબસી કેબલ્સનો હાલમાં કોઈ વ્યવહારિક વિકલ્પ નથી, કારણ કે સેટેલાઇટ ક્યારેય આટલો મોટો ડેટા લોડ સંભાળી શકતા નથી. એલન મસ્કની સ્ટારલિંક જેવી સિસ્ટમ મર્યાદિત ઉકેલ હોઈ શકે, પણ કરોડો યુઝર્સનો ટ્રાફિક સંભાળવો તેના બસની વાત નથી. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મોટી તબાહી શરૂ થઈ શકે છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે કરેલા હુમલા બાદ આ ભીષણ જંગ શરૂ થયો હતો. જો કે ૮ એપ્રિલે યુદ્ધવિરામ થયો હતો પરંતુ સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે ઘડિયાળના કાંટા ટિક-ટિક કરી રહ્યા છે અને જો ઈરાન હરકતમાં નહીં આવે તો ભારે પરિણામ ભોગવવા પડશે. વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં આ અંગે એક હાઈ-લેવલ મીટિંગ પણ બોલાવવામાં આવી છે, જેનાથી ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે.

👉 આ સમાચાર વાચો:
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!

Kenya Helicopter Crash કેન્યામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, ઉચ્ચ સૈન્ય અધિકારી સહિત ૭ લોકોના ઘટનાસ્થળે જ મોત
Trump Imposes Economic Sanctions યુએસઈરાન યુદ્ધ તણાવ ટ્રમ્પે ઈરાન પર મોટા આર્થિક પ્રતિબંધોની કરી જાહેરાત, મદદગારોને આપ્યો આકરો અલ્ટીમેટમ
Pakistan Airspace Ban Indian Flights ભારત સામે પાકિસ્તાનનું વધુ એક અડિંગો એરસ્પેસ પરનો પ્રતિબંધ યથાવત રાખવાનો નિર્ણય
India vs Pakistan Hockey World Cup સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે અગ્નિપરીક્ષા હોકી વર્લ્ડ કપમાં ભારતપાકિસ્તાન વચ્ચે ‘કરો યા મરો’ જંગ
Exit mobile version