Site icon

Hijab Controversy: ઈરાનની આ મહિલા ખેલાડીને હિજાબ પહેર્યા વિના ચેસ રમવી પડી ભારે, દેશમાં પરત આવવાની પાડી દીધી ના! 

After playing without a hijab in a world championship, Iranian chess star defects to Spain

Hijab Controversy:ઈરાનની આ મહિલા ખેલાડીને હિજાબ પહેર્યા વિના ચેસ રમવી પડી ભારે, દેશમાં પરત આવવાની પાડી દીધી ના!

News Continuous Bureau | Mumbai

ઈરાનની મહિલા ચેસ પ્લેયરને હિજાબ વગર મેચ રમવી  ભારે પડી છે. તેને દેશમાં પરત ન ફરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સારા ખાદેમ નામની આ ખેલાડીએ ઈરાનમાં હિજાબના વિરોધ વચ્ચે કઝાકિસ્તાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં હિજાબ પહેર્યા વિના ભાગ લીધો હતો. હવે આ માટે તેને ઈરાન પરત નહીં આવવાની ધમકીઓ મળી રહી છે. હાલમાં સારા ખાદેમ સ્પેન પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Community

કડક ડ્રેસ કોડ હેઠળ ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે. આમ છતાં, સારા ખાદેમે ગયા અઠવાડિયે અલ્માટીમાં FIDE વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં હિજાબ વિના ભાગ લીધો હતો. ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશનની વેબસાઈટ અનુસાર, ખાદેમ વિશ્વના ચેસ ખેલાડીઓની રેન્કિંગમાં 804મા ક્રમે છે.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી યુવતી સાથે હતી તેની મિત્ર પણ.. જુઓ વિડીયો

સારા ખાદેમને ફોન પર મળી રહી છે ધમકીઓ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા ખાદેમને ઘણા ફોન કોલ્સ આવ્યા હતા જેમાં તેને ધમકી આપવામાં આવી હતી. ખાદેમને ટૂર્નામેન્ટ બાદ ઈરાન પરત ન ફરવાની ચેતવણી આપવામાં આવી હતી. તેણીને કોલ પર એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તેણી પાછી આવશે તો તેઓ ‘તેની સમસ્યાનું નિરાકરણ’ કરશે. એટલું જ નહીં તેના માતા-પિતા અને સંબંધીઓને પણ ધમકીભર્યા ફોન આવ્યા હતા.

ખેલાડીના હોટલના રૂમની બહાર બોડીગાર્ડ તૈનાત

સારા ખાદેમ હાલ સ્પેનમાં છે. ધમકી મળ્યા બાદ તેના હોટલના રૂમની બહાર બોડીગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઈરાનમાં ગયા વર્ષે સપ્ટેમ્બરથી જબરદસ્તી હિજાબનો વિરોધ ચાલી રહ્યો છે. મોરાલિટી પોલીસની કસ્ટડીમાં 22 વર્ષીય મહસા અમીનીના મોત બાદ દેખાવો શરૂ થયા હતા. યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ પોલીસે તેની અટકાયત કરી હતી.

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version