ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
ચીનના વુહાન શહેરમાંથી પ્રસરેલા કોરોના વાઈરસે આખા વિશ્વને પોતાની ચપેટમાં લીધું છે. ચીનમાં જ આ મહામારીના પ્રકરણની શરૂઆત થઈ હતી અને હવે ત્યાના જ યુવાનો કોરોના સંક્રમણથી એટલા ડરી ગયા છે કે મૃત્યુના ભયે અત્યારથી જ પોતાનું વસિયતનામું તૈયાર કરાવી રહ્યા છે.
ચાઈના રજિસ્ટ્રેશન સેન્ટરના અહેવાલ અનુસાર મોટા ભાગના યુવાનોએ મૃત્યના ભયે પોતાની વસિયત બનાવી છે. યુવાનોનો ખૂબ મોટો વર્ગ પહેલાં કરતાં વધુ તત્પરતાથી આ કામ કરી રહ્યો છે. ૧૯૯૦ બાદ જન્મેલા યુવાનોમાં ૨૦૧૯-૨૦૨૦ની તુલનાએ વસીયત બનાવતા યુવાનોની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો નોંધાયો છે. પાછલા ઓગસ્ટ મહિનાથી કેન્દ્રને વસીયત માટે મળતા કોલની સંખ્યા 3 ગણી વધી છે.
ચૂંટણી પ્રચારના નામે કોરોના ના નિયમોનું ઉલ્લંઘન કરનાર નેતાઓ પર હવે તવાઇ. ચૂંટણી પંચ આ પગલું લેશે…
શિયાઓહોંગ નામક માત્ર ૧૮ વર્ષના યુવકે પોતાની ૨૦,૦૦૦ યુઆનની પોતાની સંપત્તિની વસીયત તૈયાર કરાવવા માટે શાંઘાઈ સ્થિત એક સેન્ટરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની આ સંપત્તિ પોતાના એક મિત્રને કરી હતી, જેણે મુશ્કેલીમાં તેની મદદ કરી હતી.