News Continuous Bureau | Mumbai
Ahlan Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) હાલમાં સંયુક્ત આરબ અમીરાત ( UAE ) ના પ્રવાસે છે. તેમણે આ બે દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે મંગળવારે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે અબુ ધાબીમાં બનેલા ભવ્ય હિન્દુ મંદિર વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો.
અહલાન મોદી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, 2015માં મેં યુએઈના ( UAE president ) ક્રાઉન પ્રિન્સ નાહયાનને તમારા બધા વતી અબુ ધાબીમાં એક મંદિરનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલે તેમણે એક ક્ષણ પણ બગાડ્યા વિના તરત જ હા પાડી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, તમે જે જમીન પર આંગળી મુકશો તે મંદિર માટે આપી દઇશ. હવે અબુધાબીમાં આ ભવ્ય અને દિવ્ય મંદિરના ઉદ્ઘાટનનો સમય આવી ગયો છે.
ભારતીય સમુદાયને ( Indian community ) સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, મને 2015માં યુએઈની મારી પ્રથમ મુલાકાત યાદ છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દાયકા પછી ભારતીય વડાપ્રધાનની UAEની આ પ્રથમ મુલાકાત હતી.
जब साल 2015 में उनके सामने आप सब की ओर से यहां अबू धाबी में मंदिर का प्रस्ताव रखा तो वो तुरंत एक पल भी गंवाए बिना उन्होंने हां कर दिया।
उन्होंने यहां तक कह दिया कि जिस जमीन पर लकीर खींच लेंगे… मैं दे दूंगा।
अब अबू धाबी में इस भव्य-दिव्य मंदिर के लोकार्पण का समय आ गया है।
— BJP (@BJP4India) February 13, 2024
મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે
મોદીએ કહ્યું કે, તે સમયે મારા માટે કૂટનીતિની રાજકીય દુનિયા નવી હતી. તે સમયના તત્કાલિન ક્રાઉન પ્રિન્સ અને આજના ( Mohammed bin Zayed Al Nahyan ) રાષ્ટ્રપતિએ, તેમના પાંચ ભાઈઓ સાથે એરપોર્ટ પર મારું સ્વાગત કર્યું હતું. હું તેની હૂંફ અને તેની આંખોમાંની ચમકને ક્યારેય ભૂલી શકતો નથી. તે સ્વાગત મારા એકલા માટે નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું હતું.
આ સમાચાર પણ વાંચો : Railway News : અમદાવાદ સ્ટેશન પર આ ચાર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કરાયો આંશિક ફેરફાર..
નોંધનીય છે કે, અબુ ધાબીમાં બનેલા ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આજે કરવામાં આવશે. મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ( BAPS ) દ્વારા કરવામાં આવ્યું છે. 700 કરોડના ખર્ચે બનેલું આ મંદિર ભારતીય પ્રાચીન મંદિર ( Hindu Mandir ) નિર્માણ શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે. આ મંદિર ન માત્ર આસ્થાનું કેન્દ્ર બનશે પરંતુ સૌહાર્દ અને સંવાદિતાના પ્રતિક તરીકે પણ ઓળખાશે.
આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં ‘અલ વકબા’ નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. મંદિર સંકુલ લગભગ 20 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
એક રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2015માં UAE સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 123.5 એકર જમીન ભેટમાં આપી હતી. આ પછી, 2019 માં, મંદિર માટે વધારાની 13.5 એકર જમીન આપવામાં આવી હતી. આ રીતે એકંદરે આ મંદિર કુલ સંકુલ 27 એકર જમીનમાં બનેલું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
