Site icon News Continuous Bureau | Mumbai

ભારતનું જુનું મિત્ર એટલે કે રશિયા ફરી એક વખત મદદે દોડી આવ્યું. દિલ્હી પહોંચી આટલી મદદ… જાણો શું આવ્યું?

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો ,
મુંબઈ , 29 એપ્રિલ 2021 .
ગુરુવાર.
   ભારત દેશ  કોરોના વાયરસ સંકટથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં ઓક્સિજન અને  વેન્ટિલેટરની તંગી થઈ રહી છે. કટોકટીના આવા સમયમાં તેમનો સૌથી જૂનો સાથી રશિયા ફરી એકવાર ભારતની મદદ કરવા આગળ આવ્યો છે. ભારતને મદદ કરવા માટે, બે રશિયન વિમાન દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા છે . જેમાં 22 મિલિયન ટન દવાઓ, 75 વેન્ટિલેટર અને  20 ઓક્સિજન કન્સેન્ટર્સ 150 બેડસાઇડ મોનિટર છે. તેની મંજૂરી માટે એર કાર્ગો અને દિલ્હી કસ્ટમનો સ્ટાફ કામ કરી રહ્યું છે.


     રશિયાએ ભારતને માનવતાના ધોરણે મદદ કરી છે.રશિયાએ પહેલાથી જ 22 ટનથી વધુ કોવિડ -19 નિવારક ઉપકરણો અને દવાઓ ભારતને આપવાનું વચન આપ્યું હતું. બંને કાર્ગો વિમાન રાત્રે મોસ્કો નજીકના ઝુકાવસ્કી એરપોર્ટથી રવાના થયા હતા. 
   ગત દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન વાતચીત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું  હતું કે, અમારી મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપવા માટે, રાષ્ટ્રપતિ પુટિન અને હું આપણા વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે બે વત્તા બે મંત્રાલયની સંવાદ પ્રણાલી સ્થાપિત કરવા સંમત થયા છે. તેમણે રાષ્ટ્રપતિ પુટિન સાથેની વાતચીતમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને પુતિનને રશિયા તરફથી મળનાર મદદ બદલ આભાર પણ માન્યો હતો.

Join Our WhatsApp Channel

આજે ફરી મુંબઈમાં વેક્સિન ની અછત, આટલા બધા સેન્ટર બંધ છે.


 

Crude Oil Surges To 110 Dollars આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અચાનક ૧૧૦ ડોલરે પહોંચ્યું વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારત પર મોંઘવારી અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટનું મોટું સંકટ
Air India Saudi Flights Cancelled સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર બ્રેક એર ઇન્ડિયાએ ૨૪ ઓક્ટોબર સુધી જેદ્દાહ, રિયાધ અને દમ્મામની ઉડાન રદ કરી
India US Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા તેજ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ પર ટેરિફ છૂટ આપતાં સંબંધો સુધર્યા, નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Exit mobile version