ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે ખટરાગ શરુ થયો હોવાની અટકળો ચાલી રહી છે.
અમેરિકાના મીડિયા રિપોર્ટ પ્રમાણે બાઈડન નવા વાઈસ પ્રેસિડેન્ટની નિયુક્તિ કરવા માટે તેમજ કમલા હેરિસને પાછલા બારણે સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક આપવા માટે વિચાર કરી રહ્યા છે.
સાથે એવો પણ દાવો કરાયો છે કે, વ્હાઈટ હાઉસના મુખ્ય કર્મચારીઓએ કમલા હેરિસ અને તેમના સ્ટાફ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે.
કમલા હેરિસના સહયોગીઓ વ્હાઈટ હાઉસમાં તેમની થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ છે અને કહી રહ્યા છે કે, કમલા હેરિસને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કમલા હેરિસને અમેરિકામાં આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ ગણવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં જો બાઈડન તેમને લઈને કયા પ્રકારનુ વલણ અપનાવે છે તે જોવુ રસપ્રદ રહેશે.
