ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને મોટી જાહેરાત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક ટ્વીટ કરીને જણાવ્યું કે યુદ્ધ દરમિયાન જે અફઘાનીઓએ તેમના દેશની મદદ કરી હતી તેમને અમેરિકામાં શરણ આપવામાં આવી શકે છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે એકવાર સ્ક્રિનિંગ અને અન્ય ઔપચારિકતાઓ પૂરી થઈ જાય, ત્યારબાદ જેમણે યુદ્ધ દરમિયાન અમારી મદદ કરી હતી તે અફઘાનીઓનું અમારા દેશમાં સ્વાગત કરીશું.
કારણ કે અમે આવા જ છીએ. અમેરિકાની આ જ ઓળખ છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન સેનાને અફઘાનમાંથી હટાવવાને લઈને બાઈડેનની ખુબ જ ટીકા થઈ રહી છે.