Site icon

Pakistan: પાકિસ્તાન મુશ્કેલીમાં UNમાં ભારત-અમેરિકાએ ગઠબંધન કર્યું, ‘આતંકીસ્તાન’ વિરુદ્ધ કયા આતંકવાદીઓ પર પ્રતિબંધોની માંગ કરી?

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરતા, ભારત અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર (UN) ને અપીલ કરી છે કે ઇસ્લામિક સ્ટેટ (IS), અલ કાયદાના સહયોગીઓ અને લશ્કર-એ-તૈયબા (LeT) તથા જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા તેમના પ્રોક્સી નેટવર્ક પર UN સિક્યુરિટી કાઉન્સિલ ૧૨૬૭ સિસ્ટમ હેઠળ નવા પ્રતિબંધો લગાવવામાં આવે. આ પ્રતિબંધોમાં વૈશ્વિક સંપત્તિ સ્થગિત, મુસાફરી પ્રતિબંધ અને હથિયારો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે

Pakistan પાકિસ્તાન મુશ્કેલીમાં UNમાં ભારત-અમેરિકાએ ગઠબંધન કર્યું, 'આતંકીસ્તાન' વિરુદ્ધ કયા

Pakistan પાકિસ્તાન મુશ્કેલીમાં UNમાં ભારત-અમેરિકાએ ગઠબંધન કર્યું, 'આતંકીસ્તાન' વિરુદ્ધ કયા

News Continuous Bureau | Mumbai
Pakistan પાકિસ્તાનથી ચાલતા આતંકી સંગઠનો વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત સાથે મળીને પ્રતિબંધો લગાવવાની માંગ કરી છે. અમેરિકા અને ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN) ને અપીલ કરી છે કે UN સિક્યુરિટી કાઉન્સિલ ૧૨૬૭ સિસ્ટમ હેઠળ, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) ગ્રુપ અને અલ કાયદાના સહયોગીઓ, લશ્કર-એ-તૈયબા , જૈશ-એ-મોહમ્મદ  અને તેમના પ્રોક્સી નેટવર્ક પર નવા પ્રતિબંધો લગાવવામાં આવે.

કયા આતંકી સંગઠનો પર પ્રતિબંધોની માંગ?

LeT અને JeM બંનેને પાકિસ્તાને ૨૦૦૨ માં પ્રતિબંધિત સંગઠન જાહેર કરી દીધા હતા, પરંતુ આ બંને સંગઠનો હજુ પણ પાકિસ્તાનથી ચાલી રહ્યા છે અને ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે.ઇસ્લામિક સ્ટેટ (IS) અને અલ કાયદાના સહયોગીઓ લશ્કર-એ-તૈયબા (LeT),જૈશ-એ-મોહમ્મદ (JeM) અને તેમના પ્રોક્સી નેટવર્ક. આ પ્રસ્તાવિત પ્રતિબંધોમાં વૈશ્વિક સંપત્તિ ફ્રીઝ , મુસાફરી પ્રતિબંધ અને હથિયારો પર રોક નો સમાવેશ થાય છે. આ પગલું અમેરિકા-ભારત વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગને વધુ મજબૂત કરવાનો સંકેત આપે છે.

Join Our WhatsApp Community

સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કેમ નહીં?

જોકે, આશ્ચર્યની વાત એ છે કે સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.વોશિંગ્ટન સ્થિત જિયો-પોલિટિકલ એક્સપર્ટ શુજા નવાઝે ‘ડોન’ ને કહ્યું કે સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનનું નામ સામેલ ન કરવા પાછળ અમેરિકાની દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સંતુલન બનાવવાનો પ્રયાસ હોઈ શકે છે.સંયુક્ત નિવેદનમાં અમેરિકા અને ભારતના પ્રતિનિધિઓએ તાલીમ, સાયબર સુરક્ષા, ન્યાયિક સહયોગ, કાયદાકીય સહાય અને ગુપ્ત માહિતી વહેંચવા પર ભાર મૂક્યો. બંને દેશોએ પહલગામ અને દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા તાજેતરના આતંકી હુમલાઓની આકરી નિંદા કરી અને દોષિતોને જવાબદેહ ઠેરવવાની વાત કરી.

આ સમાચાર પણ વાંચો: Britain: ખતરાની ઘંટી જો બ્રિટનમાંથી મુસ્લિમોને કાઢી મુકાય તો ભારત પર કેવી પડશે ગંભીર અસર? રિપોર્ટમાં થયો ખુલાસો

The Resistance Front (TRF) પર કાર્યવાહીનું સ્વાગત

ભારત અને અમેરિકી અધિકારીઓએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને યુએસ પદનામનું પણ સ્વાગત કર્યું.ભારત પહલગામ હુમલા પાછળ TRF ને માને છે, જેને અમેરિકાએ વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને વિશેષરૂપે નામાંકિત વૈશ્વિક આતંકવાદી (SDGT) બંને તરીકે નામાંકિત કર્યું છે.નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ક્યાં સુધી પાકિસ્તાનને લઈને વ્યૂહાત્મક સંતુલન જાળવી રાખે છે તે એક મોટો સવાલ છે, કારણ કે આવનારા મહિનાઓમાં ભારત અને અમેરિકા વચ્ચે ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકો થવાની અપેક્ષા છે.

India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
Colombia Plane Crash: કોલંબિયામાં ટેક-ઓફ બાદ તરત જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં પ્લેન ખાબકતા ૧૫ લોકોના મોતની પુષ્ટિ
India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Exit mobile version