Site icon News Continuous Bureau | Mumbai

ચેતીને રહેજો. મેક્સિકોમાં ૬ વર્ષના બાળકે એનર્જી ડ્રિંક પીતા હાર્ટ એટેક આવ્યો – મૃત્યુ થયું. 

News Continuous Bureau | Mumbai

ઉત્તર-પૂર્વી મેક્સિકોના માટામોરોસમાં એક ૬ વર્ષના બાળકનું કથિત રીતે એક ગ્લાસ મોન્સ્ટર એનર્જી ડ્રિંક પીવાથી મોત થયું છે. આ દુખદ ઘટના તે સમયે થઇ જ્યારે તે પોતાની દાદીના ઘરે જઇ રહ્યો હતો.  તેણે પોતાની તરસ છુપાવવા માટે જલદીથી મોન્સ્ટર એનર્જી ડ્રિક પી લીધું. એનર્જી ડ્રિંક પીધા બાદ બાળકને બેચેનીનો અનુભવ થવા લાગ્યો અને તેના સંબંધીઓ સ્થાનિક લોકો હોસ્પિટલ લઇ ગયા.  હોસ્પિટલમાં ભરતી થયા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું બ્રેન ડેડ થઇ ગયું છે. ત્યારબાદ તે બાળક છ દિવસ કોમામા રહ્યું, કારણ કે તેની માતા જેસિકાએ શરૂમાં તેને આટિ્‌ર્ફશિયલ લાઇફ સપોર્ટ મશીનથી દૂર કરવાની પરવાનગી આપી ન હતી.  આ વાતની જાણકારી મળી શકી નથી કે એ ૬ વર્ષના બાળકને પહેલાંથીજ કોઇ ગંભીર બિમારી હતી કે નહી. જોકે એનએચએસ સહિત વિભિન્ન હેલ્થ એક્સપર્ટે સલાહ આપી છે કે નાના બાળકોને એનર્જી ડ્રિંકનું સેવાન ન કરવું જોઇએ. જેમાં મોટી માત્રામાં કૈફીન અને ખાંડ હોય છે.  બાળકના મોત બાદ અત્યાર સુધી મોન્સ્ટર એનર્જી ડ્રિંકની તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ સીઈઓનું મોટું નિવેદન. ટિ્‌વટર કંપનીનું ભવિષ્ય હવે અનિશ્ચિત છે. 

Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
Exit mobile version